કરોડોના સાયબર ફ્રોડના કેસમાં પિતા-પુત્રની જામીન અરજી નામંજૂર કરતી અદાલત
કરોડોના સાયબર ફ્રોડના ગુન્હામા મિત ગુપ્તા અને તેના પિતા લાલબહાદર નરોતમભાઈ ગુપ્તાની રેગ્યુલર જામીન અરજી સેશન સપોર્ટ દ્વારા ના મંજૂર કરવામાં આવી છે.
વધુ વિગત મુજબ સાયબર ક્રાઈમ સેલ સી.આઈ.ડી. ક્રાઈમ તા.04/09/2024ને ઈનપુટમાં શકાસ્પદ બેંક એકાઉન્ટ તપાસ કરવાનું જણાવવામાં આવતા જે અનુસંધાને ઢેબર રોડ, પારેખ ચેમ્બર્સ ઈન્ડીયન ઓવરસીઝ બેકની શાખાના 7 ખાતાઓની તપાસ કરવામાં આવેલ હતી. ઓનલાઈન અરજીઓની વિગતો મેળવી તમામ ખાતાના કેવાયસી ડોક્યુમેન્ટસનો અભ્યાસ કરતા તમામ ખાતા પેઢીના નામના ખુલેલા હતા. તમામ બેક ખાતા તા.22/02/2024 થી 29/02/2024ના સમયગાળા દરમ્યાન ખોલવામાં આવેલા અને તા.18/03/2024 થી તા.25/04/2024 દરમ્યાન સાઈબર ફોડમા તેનો ઉપયોગ થયેલ હતો.
બેંક ખાતામાં રજૂ થયેલ પેઢીના જણાવેલ સરનામે તપાસ કરતા આવી કોઈ પેઢીઓ ત્યા નહી હોવાની હકિકત જાણવા મળેલી જેથી બેંક ખાતાના ધારકો મયુરભાઈ હિતેન્દ્રભાઈ ખુગલા, રોમેશ અમીરભાઈ મુખીડા, મીત લાલબહાદુરભાઈ ગુપ્તા અને લાલબહાદુરભાઈ નરોતમભાઈ ગુપ્તાની પુછપરછ કરતા જાણવા મળેલ કે ઓનલાઈન ફોડ અને ગેમીગના રૂૂપિયા મેળવી કમિશન મેળવવા માટે રાજેન્દ્ર નવલભાઈ ખુગલા તથા પ્રવિણભાઈ પરસોતમભાઈ સખાવરાની મદદથી પેઢીના ખોટા સિકકા તેમજ પાર્ટનરશીપની મદદથી ઉધ્યમ રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ તથા પેઢીના નામના પાનકાર્ડ કઢાવી ઉકત ખાતાઓ ખોલાવેલા હતા.
ત્યારબાદ બેક ખાતા ધારક અને મુખ્ય સુત્રધાર પ્રવિણભાઈ પરસોતભાઈ સખાવરા પુછપરછ કરતા જાણવા મળેલ કે ઉપરોકત તમામ બેંક ખાતા મુંબઈના આશિષભાઈ વાળાને ગેમીંગ અને ફોડના રૂૂપિયા જમા કરાવવા અર્થ આપેલા હતા. જે પેટે તમામ ખાતા ધારકોને તગડુ કમિશન મળતુ હતુ. સદરહુ તમામ આરોપીઓ વિરૂૂધ્ધ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમા ફરીયાદ નોંધવામાં આવી હતી. આરોપી મીત ગુપ્તા અને લાલબહાદુર નરોતમભાઈ ગુપ્તાએ સેશન્સ કોર્ટમા રેગ્યુલર જામીન અરજી કરી હતી.જામીન અરજીની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ કોર્ટે આરોપી પિતા-પુત્રની રેગ્યુલર જામીન અરજી નામજુર કરી છે.આ કામે સરકાર તરફે સરકારી વકિલ પરાગ એન. શાહ રોકાયેલા હતા.