For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભ્રષ્ટ ચીફ ફાયર ઓફિસર ઠેબાની જામીન અરજી ફગાવતી કોર્ટ

04:26 PM Sep 05, 2024 IST | admin
ભ્રષ્ટ ચીફ ફાયર ઓફિસર ઠેબાની જામીન અરજી ફગાવતી કોર્ટ

ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી ઠેબાની તપાસમાં 78 લાખની અપ્રમાણસર મિલકત મળી આવતા ગુનો નોંધાયો’તો

Advertisement

રાજકોટ સહિત દેશભરમાં ચકચાર જગાવારા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના આરોપી રા.મ્યુ. કોર્પો.ના ચીફ ફાયર ઓફિસર ભીખાભાઈ ઠેબાની ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમના કેસમાં જામીન અરજી રાજકોટ કોર્ટે ફગાવી દીધી છે.

આ કેસની હકીક્ત મુજબ રાજકોટમાં તા. 28/0પ/2024 ના રોજ ટીઆરપી ગેમઝોનમાં થયેલ અગ્નિકાંડ અંગે નોંધાયેલ કેસમાં પોલીસ તપાસ દરમ્યાન ટી.પી.ઓ. એમ.ડી.સાગઠીયા અને ચીફ ફાયર ઓફીસર ભીખાભાઈ જીવાભાઈ ઠેબાની સંડોવણી અને ગેરરીતીઓ જણાઈ આવેલ હતી. આથી પોલીસ તપાસ દરમ્યાન તેઓ પાસેથી તેમની કાયદેસરની આવક કરતા અનેક ગણી અપ્રમાણસરની મિલ્ક્તો મળી આવી હતી. આ હકીક્તની જાણ એ.સી.બી. પોલીસને થતા આ બંને અધિકારીઓ વિરૂૂધ્ધ અપ્રમાણસર મિલ્ક્ત ધારણ કરવા અંગેના ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની જોગવાઈઓ હેઠળ ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

Advertisement

આ ગુનાની તપાસ દરમ્યાન ભીખાભાઈ ઠેબાની 12 વર્ષની કુલ આવક રૂૂ.1.48 કરોડ હતી પરતુ આ સમયગાળા દરમ્યાન તેઓએ રૂૂ.બે કરોડ છવ્વીસ લાખની મિલ્ક્તો પોતાના તથા પોતાના પરીવારજનોના નામે ખરીદેલી હતી. આ રીતે રૂૂ.78 લાખનું રોકાણ આવક કરતા વધુ પ્રમાણમાં જણાઈ આવેલ હતું. ચીફ ફાયર ઓફિસર ભીખાભાઈ ઠેબા દ્વારા અપ્રમાણસર મિલ્કતના કેસમાં ચાર્જશીટ બાદ જામીન અરજી કરવામાં આવી હતી કે અમુક મિલ્ક્તો આરોપીને 1998 ની સાલથી મળેલ હતી. તેમજ તેમના પત્નિ અને પુત્રના નામે ખરીદાયેલ મિલ્ક્તોને પણ તપાસનીશ અમલદારે ખોટી રીતે આરોપીની મિલ્ક્ત ગણી ખોટું ચાર્જશીટ કરેલ છે.

સરકાર તરફે જીલ્લા સરકારી વકીલ એસ.કે.વોરાએ રજુઆત કરતા જણાવેલ હતુ કે, કાયદાની જોગવાઈ મુજબ કોઈપણ સરકારી અધિકારી પોતાના કે પોતાના પરીવારજનના નામે મિલ્ક્ત ખરીદે ત્યારે આવી ખરીદી અંગે સરકારને જાણ કરવાની રહે છે. આરોપીએ આવી મિલ્ક્તો ખરીદાયેલ હોવા અંગે સરકારને જણાવેલ હોય તેમ આરોપીનો કોઈ બચાવ નથી. આ ઉપરાત આરોપીના પરીવારજનો પોતાની રીતે સ્વતંત્ર આવક ધરાવતા હોય તો પણ તેઓના નામે ખરીદાયેલ મિલ્ક્તોના અવેજની રકમ જો આરોપીએ ચુક્વેલ હોય તો આવી મિલ્ક્ત આરોપીની જ ગણવાની રહે છે. આ કિસ્સામાં આરોપીના પત્નિ અને દિકરાના નામે ખરીદાયેલ મિલ્ક્તની અવેજની રકમ તેઓએ પોતાની આવકમાંથી ચુક્વેલ છે તેવો કોઈ બચાવ કે તેવું કોઈ સોગંદનામું પત્નિ કે પુત્રએ રજુ કરેલ નથી.

આ કારણસર આ મિલ્ક્તો તપાસનીશ અમલદારે આરોપીની માલિકીની હોવાનું નિશ્ચિત ફોર્મ્યુલા મુજબ ગણેલ છે તેમાં કોઈ ભુલ કે અનિયમિતતા નથી. સરકાર તરફેની આ રજુઆતોના અંતે ચીફ ફાયર ઓફીસર ભીખાભાઈ ઠેબાની ચાર્જશીટ બાદની જામીન અરજી સ્પે. કોર્ટના જજ વી.એ.રાણાએ નામંજુર કરતો હુકમ કર્યો છે.આ કેસમાં સરકાર તરફે જીલ્લા સરકારી વકીલ એસ.કે. વોરા રોકાયેલ હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement