3 કરોડની છેતરપિંડીના કેસમાં એમ.પી.સ્વામી સહિત બેના આગોતરા અને બે આરોપીની રેગ્યુલર જામીન અરજી ફગાવતી કોર્ટ
રાજકોટમના રિયલ એસ્ટેટ બ્રોકરને આશ્રમ માટે જમીન ખરીદવાના બહાને રૂૂ. 3 કરોડની છેતરપિંડી આચરી લેવાના ગુનામાં જેલ હવાલે રહેલા બે શખ્સની રેગયુલર અને પોલીસ ધરપકડની દેહશતથી માધવપ્રિય ઉર્ફે એમપી સ્વામી સહિત બે શખ્સની આગોતરા જામીન અરજી રાજકોટની સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. વધુ વિગત મુજબ રાજકોટમાં રહેતા મહિલા પીએસઆઇના પતિ અને એડવોકેટ સાથે 3 કરોડથી વધુ રકમની છેતરપીંડી કરી છે અને અગાઉ પોતાને ખોટા દલાલ અને ખોટા ખેડૂત ઉભા કરી રકમ પડાવ્યા અંગેની જૂનાગઢ શ્રીધામ ગુરુકુળ ઝાલણસરના વિજયપ્રકાશ સ્વામી ઉર્ફે વીપી સ્વામી, જૂનાગઢ તળેટી રોડ સ્વામિનારાયણ મંદિરના જયકૃષ્ણસ્વામી ઉર્ફે જેકે સ્વામી, અંકલેશ્વર રૂૂશીકુલ ગૌધામના માધવપ્રિય સ્વામી ઉર્ફે એમપી સ્વામી, આણંદ સિદ્ધેશ્વર ગૌશાળાના દેવપ્રકાશ સ્વામી ઉર્ફે દેવપ્રિય સ્વામી, સુરતના લાલજી બાવભાઈ ઢોલા, સુરેશ ઘોરી, પીપળજના ભુપેન્દ્ર શનાભાઈ પટેલ અને લિંબના વિજય આલુંસિહ ચૌહાણ સહિત 8 શખ્સ વિરુદ્ધ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.
તમામ સામે છેતરપિંડી સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.જેમાં પોલીસે જેમાં વડતાલ મંદિરનો કહેવડાવતો ખજાનચી લાલજી બાઉભાઈ ઢોલા , ગોવાથી બોગસ ખેડૂત કહેવાતા ભુપેન્દ્ર પટેલ અને વિજયસિંહ ચૌહાણની ધરપકડ કરી હતી.પોઇચા ખાતે છે તેવું સ્વામિનારાયણ મંદિર બનાવવા અને ગૌશાળા બનાવવાનું કહીં ફરિયાદી અને સાહેદને વિશ્વાસમાં લઈ છેતરપિંડી હાજરી હોવાની કબુલાત આપી હતી.અંકલેશ્વર ઋષિકુલ ગૌધામના સાધુ માધવપ્રિયદાસ સ્વામી અને સુરેશ તુલસી ધોરી (પટેલ) પોલીસ ધરપકડની દહેશતથી રાજકોટ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી.
ચારે જામીન અરજીની સુનાવણી પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ મૂળ ફરિયાદીના એડવોકેટ અને સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલ તેમજ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. તેમજ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ટાકેલા ચુકાદાઓને ધ્યાને લઈ ડીસ્ટ્રીક એન્ડ સેશન્સ જજ વી. ડી.ગોહીલ દ્વારા એમપી સ્વામી અને સુરેશ પટેલની આગોતરા જામીન અરજી અને વિજય ચૌહાણ અને ભુપેન્દ્ર પટેલની રેગ્યુલર જામીન અરજી ફગાવી દીધી છે.