વેજાગામની કિંમતી જમીન પ્રકરણમાં કરેલો દાવો નામંજૂર કરતી કોર્ટ
જમીન માલિકના વારસદારોએ કબજો જમાવી લેવા કરાર પાલન સંદર્ભે દાવો કર્યો’તો
વેજાગામની વીડી તરીકે ઓળખાતી જમીન પૈકી એકર 4.31 ગુંઠા કરોડોની જમીનના કરારપાલન સંદર્ભે મુંજકાના રહેવાસીએ કરેલો દાવો સિવિલ કોર્ટ દ્વારા રદ કરવામાં આવ્યો છે.
આ દાવાની ટુંકી વિગત મુજબ, મુંજકાના રહીશ કાથળભાઈ હરસુરભાઈ સેગલીયાએ સ્વ. અભેસિંહ મુળુભા જાડેજાની રાજકોટ તાલુકાના વેજાગામના રે.સ.નં.27 પૈકીની વીડી તરીકે ઓળખાતી એકર ગુંઠા 38-25 જમીન માહે એકર 4-31 ગુંઠા જમીન વેચાણનો તા. 18/ 1/ 1975નો સ્વ. અભેસિંહ મુળુભા જાડેજા દ્વારા વેચાણ કરાર કાથળભાઈ સેગલીયા રહે.
નવા મુંજકા અને નાગદાનભાઈ રામભાઈ જલુ (રહે. રાજકોટ)ને એક વિધાના રૂૂા. 375/- લેખે વેચાણ કરાર કરેલ અને તેની સુથી પેટે રૂૂા. 1250/- આપેલ છતા અભેસિંહ મુળુભાના વારસો કરારની અમલવારી કરતા ન હોય, અને તા. 12/ 9/ 2014ના રોજ જે.સી.બી.વાળાને મોકલી આ જમીન પ્રવેશ કરવા લાગતા હાલનો દાવો લાવવાની ફરજ પડી હોવાનું તેમ જણાવીને રાજકોટ પ્રિન્સિપાલ સિવિલ જજ સમક્ષ કરારના વિશિષ્ટ અમલ મળવા અને કાયમી મનાઈ હુકમ વિજ્ઞાપનનો દાવો ગુજરનાર અભેસિંહ મુળુભા જાડેજાના વારસદારો રાજેન્દ્રસિંહ, જયદેવસિંહ, કિશોરસિંહ, નવલસિંહ, યોગેન્દ્રસિંહ, પુષ્પાબા તથા જયેન્દ્રબા, વૈશાલીબા વગેરે સામે વર્ષ 2014માં દાખલ કર્યો હતો.
જેમાં કોર્ટ દ્વારા પ્રતિવાદીઓને હાજર થવા સમન્સ ઈસ્યુ કર્યા હતા. તેમાં પ્રતિવાદીઓ વતી એડવોકેટ સંજય એચ. પંડયા, અર્જુન પટેલે કોર્ટમાં હાજર થઈને સિવિલ પ્રોસિ. કોડ ઓર્ડર 7 રૂૂલ 11 હેઠળ અરજી આપીને દાવો રદ કરવા લેખીત તથા મોખીક દલીલો કરીને જણાવેલ કે, હાલનો કહેવાતો વેચાણ કરાર ઉભો કરેલ ખોટો, બનાવટી છે, ઉપરાંત હાલનો દાવો કાથડભાઈ 39 વર્ષ બાદ કોર્ટમાં લાવ્યા છે, જેથી વાદીનો દાવો લિમિટેશન બહારનો હોય તથા ઉચ્ચ અદાલતના જજમેન્ટો રજુ રાખીને દાવો રદ કરવા જણાવ્યું હતું.
સિવિલ કોર્ટે બન્ને પક્ષોની દલીલો સાંભળી તથા પુરાવાઓ ધ્યાને લઈ વાદી કાથડભાઈ હરસુરભાઈ સેગલીગાનો દાવો રદ કરવાનો હુકમ ફરમાવેલ છે. આ કેસમાં પ્રતિવાદીઓ વતી એડવોકેટસ સંજય પંડયા, અર્જુન પટેલ, મનિષ પંડયા, ઈરશાદ શેરસીયા, જયદેવસિંહ ચૌહાણ, રોકાયા હતા.