રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

નીતિન ભારદ્વાજે કરેલા બદનક્ષીના કેસમાં કોંગ્રેસના ચાર આગેવાનોને કોર્ટનું તેડું

04:33 PM Jul 18, 2024 IST | admin
Advertisement

સહારા કંપનીની જમીનમાં ઝોન ફેર કરી 500 કરોડનું કૌભાંડ આચર્યાનો આક્ષેપ કરતા ફરિયાદ થઇ’તી

Advertisement

રાજકોટના કુવાડવા રોડ પર આવેલ સહારા ઈન્ડીયાની જમીનમાં ઝોન ફેરફાર કરાવી 500 કરોડનું કૌભાંડ આચર્યાના આરોપો લાગતા રાજકોટ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજે કોંગી આગેવાનો વિરુદ્ધ કરેલા બદનક્ષીના કેસમાં કોર્ટે વિપક્ષ નેતા સહિત ચારને આરોપીઓ તરીકે જોડી નોટીસ પાઠવી આગામી તા.3/8/2024ના રોજ કોર્ટમાં હાજર થવા હુકમ કર્યો છે.

આ કેસની હકીકત મુજબ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજે રાજકોટના કુવાડવા રોડ પર આવેલ સહારા કંપનીની જમીન સ2કાર કરવાના બદલે સહારા ઈન્ડિયાની જમીનમાં ઝોન ફેર કરી રૂૂ.500 કરોડથી વધારે રકમનું કૌભાંડ આચાર્યું હોવાનો આક્ષેપ કરી ગુજરાત વિધાનસભા વિ2ોધપક્ષના નેતા સુખરામભાઈ રાઠવા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૌલેષ 52મા2 અને કોગ્રેસ પક્ષના દંડક સી.જે.ચાવડાએ આક્ષેપો કર્યા હતા.

જેના પગલે ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજે તદ્દન ખોટા વાહિયાત આક્ષેપો કરનાર કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા, ઉપ નેતા શૈલેષભાઇ પરમાર, દંડક સી.જે.ચાવડા અને અંગત મદદનીશ વિરુદ્ધ રાજકોટની નીચેની અદાલતમાં કોંગ્રેસ આગેવાનો સામે બદનક્ષીની ફરિયાદ કરેલી જે ફરિયાદ કોર્ટે પરત કરતા સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી થઈ હતી. જે રિવિઝન અરજી મંજુર કરી ફરિયાદીની ફરિયાદને ગુણદોષ ઉપર નક્કી કરવા ટ્રાયલ કોર્ટનો હુકમ કર્યો હતો. જેથી ટ્રાયલ કોર્ટે ફરિયાદ એડમિટ કરી રજીસ્ટરે લીધી હતી. અને બદનક્ષી કેસમાં કોંગ્રેસના ચારેય આગેવાનોને આરોપીઓ તરીકે જોડી આગામી તા.3/8/2024 ના રોજ હાજર થવા નોટીસ પાઠવી છે.

ફરીયાદી પક્ષ દ્વારા પુરાવાના ગુણદોષ ઉપર વિગતવારની દલીલ કરવામાં આવેલ હતી તેમજ સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટના વિવિધ ચુકાદાઓ રજુ કરવામાં આવેલ હતા.જે તમામ હકીકતોને ધ્યાને લઇ ફરીયાદ પક્ષની દલીલો ગ્રાહય રાખી ટ્રાયલ કોર્ટે ફરીયાદી નીતીનભાઇની ફરીયાદ એડમીટ કરી રજીસ્ટરે લેવાનો હુકમ કરેલ હતો અને ચારેય કોગી આગેવાનોને આરોપી તરીકે જોડી ટ્રાયલ કોર્ટમાં હાજર થવા હુકમ ફરમાવેલ હતો.
આ કેસમાં ફરીયાદી નિતીનભાઇ તરફે એડવોકેટ દરજજે અભય ભારદ્રાજ એન્ડ એસોસીએટ્સ તરફથી અંશ ભારદ્રાજ, ધીરજ પીપળીયા, ગૌતમ પરમાર, વિજય પટેલ, અમૃતા ભારદ્રાજ, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર, રાકેશ ભટ્ટ, કમલેશ ઉધરેજા, તારક સાવંત, શ્રયેશ શુકલ, જીજ્ઞેશ લાખાણી, ચેતન પુરોહીત વિગેરે રોકાયા હતા.

Tags :
CongressCourtgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement