રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

અકસ્માત કેસમાં મૃતકના વારસદારોને 3પ લાખનું વળતર ચૂકવવા કોર્ટનો હુકમ

04:12 PM Mar 03, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

મોરબીના ઘુટું પાસે ટ્રેલર અડફેટે બાઇકચાલકનું મોત નીપજતા કલેમ કેસ દાખલ કર્યો’તો

Advertisement

રાજકોટનાં કોઠારીયા રોડ શ્રીનગર સોસાયટીમાં રહેતા અને હાલ મોરબી જિલ્લાનાં ઘૂંટુ ગામમાં કંપનીમાં ડીજીટલ ઓપરેટર તરીકે નોકરી કરતા કુલદિપસિંહ જીતેન્દ્રભાઈ વાઘેલા (ઉ.વ.21) પોતાનું મોટર સાયકલ ચલાવીને જતા હતા ત્યારે ઘુટું-ઉંચી માંડલ જતા રસ્તામાં કારખાના ગોડાઉન સામે રોડ ઉપર પહોંચતા ટ્રેલર નં. આરજે-19-જીએફ-9192ના ચાલકે હડફેટે લેતાં સર્જાયેલા જીવલેણ અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું હતું. માતા-પિતાના આધાર સ્થંભ એકના એક પુત્રના મોતથી નિરાધાર બનેલા પરિવાર દ્વારા ટ્રેલરનાં માલિક અને વીમા કંપની સામે રાજકોટ ટીબ્યુનલમાં તેમના વકીલ મારફત કલેઇમ કેસ દાખલ કર્યો હતો.

જે કેસ ચાલી જતા અરજદાર વકીલ દ્વારા મૃતકની આવક સાબિત કરવા કંપનીનાં જવાબદાર અધિકારીને તપાસવામાં આવેલ તેની સામે વીમા કંપની દ્વારા એવી દલીલ કરવામાં આવેલ કે મૃતકને જે પગાર મળતો હતો તેમાંથી અન્ય ભથ્થાઓની રકમ મળતી હતી તે મળી શકે નહી અને તેથી મૃતકની બેઝીક સેલેરી જ ધ્યાનમાં લેવી જોઈએ. તેની સામે મૃતકનાં વકીલ દ્વારા સુપ્રિમ કોર્ટ અને હાઈકોર્ટના ચુકાદાઓ રજુ કરી દલીલ કરવામાં આવેલ કે, મૃતકને મળવાપાત્ર કુલ પગારની નુકશાની તેમનાં વારસદારોને ગયેલ છે અને તે તમામ ભથ્થાઓ મૃતકની આવક જ ગણાય તે મુજબની દલીલો કરેલ. જે ધ્યાને લઇ ટ્રીબ્યુનલ દ્વારા મૃતકની ઉમર ધ્યાને લઈને 40 ટકા ફયુચર પ્રોસ્પેકટીવ આવક ધ્યાનમાં લઈને મૃતક કુલદીપસિંહ વાઘેલાનાં કલેઈમ કેસમાં વ્યાજ સહીત રૂૂા.35 લાખથી વધારે વળતરની રકમ માત્ર 3 વર્ષનાં ટુંકા ગાળામાં મંજુર કરવામાં આવી છે.આ કેસમાં અરજદાર વતી રાજકોટ કલેઈમ કેસનાં નિષ્ણાંત વકીલ રવીન્દ્ર ડી. ગોહેલ, સંદિપ એમ. રાઠોડ, વિવેક વી. ભાંસળીયા (ગઢવી), આસીસ્ટન્ટ દિનેશ ડી. ગોહેલ, જતીન પી. ગોહેલ અને જયેશ મકવાણા રોકાયા હતાં.

Tags :
accidentgujaratgujarat newsrajkotrajkto news
Advertisement
Advertisement