For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પીએસઆઈ સહિત પાંચ પોલીસકર્મી સામે કેસ ચલાવવાનો કોર્ટનો આદેશ

12:01 PM Aug 07, 2024 IST | Bhumika
પીએસઆઈ સહિત પાંચ પોલીસકર્મી સામે કેસ ચલાવવાનો કોર્ટનો આદેશ
Advertisement

જામનગર જિલ્લા ના લાલપુર તાલુકા ના જોગવડ ગામ ના યુવાન ને પોલીસ કસ્ટડીમાં બેફામ માર મારવા અંગેના કેસમાં અદાલતે તત્કાલીન પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત પાંચ પોલીસ કર્મચારી સામે કેસ ચલાવવા આદેશ કર્યો છે.

જોગવડ ગામ નાં ખીમરાજ નાથસુર સોમાત દવારા લાલપુર ની અદાલત મા એવા મતલબની કરીયાદ કરવામાં આવી હતી કે ગઈ તા. 15-11-2015 ના રોજ બપોરના 3-00 વાગ્યે કરીયાદી પોતાના ઘરે હતા, ત્યારે મેઘપર પોલીસ સ્ટેશન નાં પોલીસ કર્મચારીઓ તેના ઘરે આવી જી5 માં લઈ જઈ મેધપર પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. અને કહ્યું હતું કે તારો ભાઈ માકરાજ અને તારા પિતા નાથસુર આવશે એટલે તને જવા દેશુ . ત્યારબાદ તેના માતા તથા ભાભી પોલીસ સ્ટેશન ગયા હતા. પરંતુ પોલીસે ખીમરાજ ને મુક્ત કરેલ ન હતો. તથા સાંજના 7-30 વાગ્યા આસપાસ પો.સ.ઈ. જલુ તથા સાથેના પોલીસ કર્મચારીઓ રણમલભાઈ આહીર, જગદીશસીંહ ઝાલા, સુરપાલસાહ તથા ઘમભા એ પો.સ.ઈ. શ્રી જલુ ની ચેમ્બરમાં ખીમરાજ ને લાકડી દંડો, બેલ્ટ વડે બેફામ મારકુટ કરતાં તે બેશુધ્ધ થઈ જતાં લોકઅપમાં પુરી દીધો હતો. ત્યારબાદ તેની તબિયત બગડતાં તા. 17-11-15 ના રોજે ડોક્ટર પાસે સારવારમાં લઈ ગયેલ તથા ત્યારબાદ જામીન મુક્ત કરેલા.

Advertisement

જે મારના કારણે ફરીયાદી ને દુ:ખાવો થતાં હોસ્પીટલ માં સારવાર લીધી હતી. તથા જીલ્લા પોલીસ અધીક્ષક ને ફરીયાદ કરી હતી. પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં લાલપુર ની અદાલતમાં ફરીયાદ કરી હતી. જે ફરીયાદના કામે અદાલત દવારા ઈન્કવાયરી કરી ફરિયાદી તથા સાક્ષીને નિવદન નોંધ્યા હતા. અને મેઘપર પોલીસ સ્ટેશનના તત્કાલીન પો.સબ.ઇન્સ.શ્રી જલુ તેમજ રણમલભાઈ આહિર , પો.કો.જંગદિશસીંહ ઝાલા,. સુરપાલસહ તથા ઘમભા વિરુદ્ધ પ્રથમ દર્શનીય કેશ હોય તમામ વિરુદ્ધ પ્રેસેસ કાઢવાને હુકમ લાલપુરના જયુડીશીયલ મેજિસ્ટ્રેટ એમ એચ. મકવાણા દવારા કરવામાં આાવેલ છે. આ કેસ મા ફરીયાદી તરકે વકીલ નિખીલ બી. બુધ્ધભટ્ટી, પાર્થ ડી. સામાણી તથા સમર્થ વેકરીયા રોકાયા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement