બી.ફાર્મના 38 વિદ્યાર્થીઓને ફી અને 10-10 લાખ ચૂકવવા કોર્ટનો હુકમ
- પારૂલ યુનિ. અને સંલગ્ન કોલેજોમાં એકેડેમી વર્ષની નુક્સાની પેટે વિદ્યાર્થીઓની તરફેણમાં હાઈકોર્ટે ચૂકાદો આપ્યો
વર્ષ 2022-23માં પારુલ યુનિવર્સિટી સંલગ્ન ત્રણ કોલેજોમાં બેચલર ઓફ ફાર્મસી(બી.ફાર્મ)ના એડમિશનમાં અનિયમિતતા મામલે ગુજરાત હાઇકોર્ટે મહત્વ પૂર્ણ ચુકાદો આપ્યો છે. આ કેસ જજ સુનિતા અગરવાલ અને જજ અનિરૂૂદ્ધ માયીની બેન્ચ સમક્ષ ચાલ્યો હતો. જે સંદર્ભે હાઇકોર્ટે એડમિશન કમિટીને તપાસના આદેશ આપ્યા હતા. આ તપાસના અંતે તપાસ અધિકારીએ હાઇકોર્ટમાં એફિડેવિટ ફાઇલ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે,પારુલ યુનિવર્સિટીની ત્રણ કોલેજોમાં બી.ફાર્મના એડમિશનમાં અનિયમિતતાઓ જોવા મળી છે. આ અંગે આજે હાઇકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. જેમાં કોર્ટે પારુલ યુનિવર્સિટી અને તેની સંલગ્ન કોલેજોને 12 ટકાના વાર્ષિક વ્યાજ સાથે વિદ્યાર્થીઓની ફી અને પ્રતિ વિદ્યાર્થી 10 લાખ રૂૂપિયા ચૂકવવા આદેશ કર્યો છે. એડમિશન કમિટીની તપાસમાં સામે આવ્યું હતું કે, પારુલ યુનિવર્સિટી સંલગ્નની ત્રણ કોલેજોમાં બી.ફાર્મમાં 38 વિદ્યાર્થીએ એડમિશન મેળવ્યું હતું. જો કે તેઓ એડમિશનની કટ ઓફ ડેટ સમયે હાયર સેક્ધડરીની પણ યોગ્યતા ધરાવતા નહોતા. તેમ છતાં પારુલ યુનિવર્સિટીએ આ વિદ્યાર્થીઓને એડમિશન આપ્યું હતું. જ્યારે યુનિવર્સિટીનું કહેવું હતું કે, આ પ્રોવિઝનલ એડમિશન હતું એટલે તેને અયોગ્ય ગણી શકાય નહીં.
જો કે, કોર્ટે યુનિવર્સિટીની દલીલ ફગાવી દીધી હતી. તેમજ પારુલ યુનિવર્સિટીના રજિસ્ટ્રારે એફિડે વિટમાં એડમિશન સંદર્ભે ખોટું ડિકલેરેશન આપ્યું હતું. આથી હાઇકોર્ટે પારુલ યુનિવર્સિટીના રજિસ્ટ્રારને તેમની સામે પગલાં કેમ ના લેવા તેનો જવાબ આપવા શો કોઝ નોટિસ ફટકારી હતી. હાઇકોર્ટે નોંધ્યું હતું કે, 38 વિદ્યાર્થીઓને અયોગ્ય રીતે એડમિશન આપવામાં આવ્યું છે. આ એડમિશનમાં અઈઙઈની ગાઇડલાઇનનો ભંગ કરવામાં આવ્યો છે. આ વિદ્યાર્થીઓના એડમિશન કેન્સલ કરવામાં આવે. ત્યાર બાદ હાઈકોર્ટે આજે પારુલ યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજોને આદેશ કર્યો કે, બે અઠવાડિયામાં બી.ફાર્મમાં અયોગ્ય રીતે જે 38 વિદ્યાર્થીને એડમિશન આપ્યા છે. તેમની ફી 12 ટકાના વાર્ષિક વ્યાજ સાથે પરત કરવામાં આવે.ઉપરાંત વિદ્યાર્થીઓને એકેડેમિક વર્ષના નુકસાન પેટે પ્રત્યેક વિદ્યાર્થી દીઠ 10 લાખ રૂૂપિયા વળતર ચૂકવવામાં આવે. આ ઉપરાંત પારુલ યુનિવર્સિટી કયા પગલાં લેશે તે અંગે શિક્ષણ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરીને હાઈકોર્ટ સમક્ષ એફિડેવિટ કરવા હુકમ કર્યો છે. જ્યારે સ્ટેટ્યૂટરી બોડી પારુલ યુનિવર્સિટી સંલગ્ન કોલેજો સામે પગલાં ભરશે. તેમજ ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા પણ યુનિવર્સિટી સામે કેવા પગલા ભરશે તેની માહિતી કોર્ટ સમક્ષ મૂકવા આદેશ કર્યો છે. આ મુદ્દે વધુ સુનાવણી 15 એપ્રિલના રોજ હાથ ધરાશે.