રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ટ્રાફિક નિયમોના ભંગ બદલ 3627 વાહનચાલકોને કોર્ટની નોટિસ

12:07 PM Sep 11, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

વાહનચાલકોની બેદરકારી પકડવા સીસીટીવી ફૂટેજના આધારે કડક કાર્યવાહી

શહેરમાં ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ વાહનચાલકોની બેદરકારી સામે કડક કાર્યવાહી શરૂૂ કરવામાં આવી છે. વર્ષ 2021થી સીસીટીવી કેમેરા દ્વારા પકડાયેલા ટ્રાફિક નિયમોના ભંગ બદલ 3627 વાહનચાલકોને કોર્ટની નોટિસ ફટકારવામાં આવી છે.

જામનગર શહેરમાં વાહનચાલકો દ્વારા અવારનવાર ટ્રાફિક નિયમોનો ભંગ કરવામાં આવતો હોય છે. ખાસ કરીને ચાલુ વાહનમાં મોબાઇલ ફોન પર વાત કરવી, ત્રણ સવારી બેસાડવી અને વન-વેમાં વાહન ચલાવવા જેવા ગુનાઓ વધુ પ્રમાણમાં બનતા હોય છે. આવા ગુનાઓને રોકવા માટે જામનગર શહેર પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા દ્વારા નજર રાખવામાં આવે છે.

વર્ષ 2021થી સીસીટીવી કેમેરા દ્વારા પકડાયેલા ટ્રાફિક નિયમોના ભંગ બદલ 3627 વાહનચાલકોને કોર્ટની નોટિસ ફટકારવામાં આવી છે. આ વાહનચાલકોએ નિયત સમયમાં દંડ ભરવામાં બેદરકારી દાખવતા કોર્ટની નોટિસ ફટકારવામાં આવી છે.જામનગર શહેરમાં 355 સીસીટીવી કેમેરા દ્વારા સમગ્ર શહેરમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા વાહનચાલકોને કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂૂમ દ્વારા ઈ-મેમો ફટકારવામાં આવે છે. પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુનાના માર્ગદર્શન હેઠળ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂૂમ દ્વારા શહેરના માર્ગો પર ત્રણ સવારી, ચાલુ વાહનમાં મોબાઇલ ફોન પર વાત કરવી, રોંગ સાઇડમાં વાહન ચલાવવું, શીટ બેલ્ટ ન બાંધવા જેવા ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા વાહનચાલકોને ઈ-મેમો દ્વારા દંડ ફટકારવામાં આવે છે. પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે કે, વાહનચાલકોએ ટ્રાફિક નિયમોનું પાલન કરવું જોઈએ અને ઈ-મેમો મળતાં જ દંડ ભરપાઈ કરી દેવો જોઈએ. નહીંતર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

હવે દંડ સાથે જેલની સજાની પણ શક્યતા!
જામનગર શહેરમાં ઈ-ચલણથી બચવાના પ્રયાસો કરતાં વાહનચાલકો માટે હવે કડક કાર્યવાહી કરવામાં આવશે. ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ જણાવ્યું છે કે, ઘણા વાહનચાલકો નંબર પ્લેટ વાળી નાખવા અથવા તો નિયમ મુજબની નંબર પ્લેટ ન લગાવીને ઈ-ચલણથી બચવાના પ્રયાસો કરે છે. આવા બેદરકાર વાહનચાલકો સામે હવે માત્ર એમવી એક્ટ હેઠળ જ નહીં પરંતુ ભારતીય દંડ સંહિતાની કલમો પણ ઉમેરીને કડક કાર્યવાહી કરવામાં આવશે. આનો અર્થ એ થયો કે, આવા વાહનચાલકોને હવે દંડ ઉપરાંત જેલની સજા પણ થઈ શકે છે. આ નિર્ણયથી જામનગરમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવામાં મદદ મળશે અને રસ્તા પરની અકસ્માતોમાં ઘટાડો થશે.

Tags :
gujaratgujarat newsjamnagar newstraffic rules
Advertisement
Next Article
Advertisement