રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વીજશોકથી યુવકનું મોત નીપજ્યાના કેસમાં PGVCLને જવાબદાર ઠેરવતી કોર્ટ: 4 લાખ 9% વ્યાજ સાથે ચૂકવવા હુકમ

12:10 PM Oct 19, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

કોટડા સાંગાણીના રામોદ ગામે ઘેટા બકરા ચરાવતા યુવકનું વીજ વાયરને અડી જવાથી મોત નીપજયુ હોવાની ઘટનામાં અદાલતે પીજીવીસીએલને જવાબદાર ઠેરવી મૃતક યુવકના પરિવારને રૂૂ.4 લાખ 9 ટકાના વ્યાજ સાથે ચૂકવવા હુકમ કર્યો છે.

આ કેસની હકીકત મુજબ કોટડા સાંગાણી તાલુકાના રામોદ ગામે રહેતા લાલજીભાઈ દેવશીભાઈ ભરવાડ નામનો 18 વર્ષનો યુવાન તા.26/7/2007 ના રોજ ઘેટા બકરા ચરાવવા ગયો હતો ત્યારે રામોદ ગામમાં આવેલ કબ્રસ્તાનમાંથી પસાર થતી ઈલેક્ટ્રીક લાઈનના તૂટી ગયેલા વાયરોમાં યુવકનો હાથ અડી જતા વીજશોક લાગવાથી મોત નીપજ્યું હતું. મૃત્યુ પામેલ દીકરાને ન્યાય અપાવવા પિતાએ ગોંડલ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો જે કેસ ગોંડલ કોર્ટમાંથી જે તે સમયે હુકુમત બદલી જતા કોટડા સાંગાણી કોર્ટમાં ટ્રાન્સફર થયો હતો જે કેસ કોટડા સાંગાણી કોર્ટમાં ચાલવા ઉપર આવતા બંને પક્ષના વકીલની રજૂઆત બાદ ફરિયાદી દેવશીભાઈ ભરવાડને નિશુલ્ક ન્યાય અપાવવા હાજર રહેલા એડવોકેટ ફિરોઝ શેખ દ્વારા કરવામાં આવેલી દલીલો અને રજૂ રાખેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓને ધ્યાને લઇ અદાલતે મૃતક યુવકના પરિવારને રૂૂ.4 લાખ 9 ટકાના વ્યાજ સાથે વળતર પેટે ચૂકવવા હુકમ કર્યો છે. આ કેસમાં મૃતક યુવકના પરિવારને એડવોકેટ ફિરોઝ શેખે નિશુલ્ક કેસ લડી વળતર અપાવી ન્યાય અપાવ્યો છે.

Tags :
gujaratgujarat newsKotda SanganiKotda Sangani news
Advertisement
Next Article
Advertisement