GST ચોરી કૌભાંડમાં વધુ એક આરોપીની જામીન અરજી મંજૂર કરતી કોર્ટ
દેશભરમાં ચકચાર જગાવનર પત્રકાર મહેશ લાંગાને સંડોવતા મસમોટા જીએસટી ચોરીના કૌભાંડમાં વધુ એક આરોપી સુધીર નરશી રૈયાણીના સેશન્સ અદાલત દ્વારા જામીન મંજૂર કરવામાં આવ્યા છે.
આ ચકચારી કૌભાંડની કથિત કૌભાંડની હકીકત મુજબ રાજકોટના ભગવતીપરામા બનાવટી ભાડા કરાર બનાવીને પરમાર એન્ટરપ્રાઇઝસ્ત્રસ્ત્ર નામની પેઢી ખોલી ખોટ ભાડા કરારનો ખરા તરીકે ઉપયોગ કરી જી. એક. ટી નંબર મેળવી બોગસ ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવા માટે કુલ-14 પેઢીઓના સંચાલકો સાથે મળીને ગુન્હા હિત કાવતરું રચી સાડા ત્રણ કરોડ રૂૂપિયાના બનાવટી બિલિંગ અને બનાવટી દસ્તાવેજોના આધારે ખોટી રીતે ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી સરકારને મોટું આર્થિક નુકશાન પહોંચાડતા જી.એસ.ટી વિભાગના ઉચ્ચ અધિકારીની ફરિયાદના આધારે ડી.સી.બી પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયેલો હતો .
જેમાં રાજકોટ ખાતે બોગસ પેઢી બનાવી ખોટા બીલ આપ્યા બાદ ખોટા નાણાકીય વ્યવહારના ભાગ રૂૂપે એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી આંગડીયા મારફત જેતે વેપારીને પસ્ત મોકલી કમિશન બે થી પાંચ ટકા મેળવેલ હોય જે પેટે સુધીર નારશીભાઈ રૈયાણીનું નામ ખુલતા પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. જેલ હવાલે રહેલા આરોપી સુધીર નારશીભાઈ રૈયાણી તેના એડવોકેટ મારફતે સેશન્સ અદાલતમાં જામીન અરજી દાખલ કરી હતી.
આરોપીની અટક થયા બાદ તપાસ પૂર્ણ થતા કોર્ટમા તપાસનીશ દ્વારા ચાર્જસીટ રજૂ કરતાં સુધીર રૈયાણીએ પોતાના એડવોકેટ મારફત જામીન મુક્ત થવા માટે સેસન્સ કોર્ટ સમક્ષ અરજી કરેલ હતી. જે અન્વયે આરોપીઓ વતી રોકાયેલ એડવોકેટએ કરેલ દલીલ તેમજ જામીન અરજી સંદર્ભે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ધ્યાનમા રાખી કોર્ટ દ્વારા આરોપીને જામીન મુક્તત કરવા હુકમ ફરમાવ્યો હતો. આ કેસમાં આરોપી વતી એડવોકેટ સાહીસ્તાબેન એસ. ખોખર, રણજીતભાઈ એમ. પટગીર, દયા કે. છાયાણી, નીમેશ જાદવ તેમજ અમદાવાદના રાહીલ એન. શેખ રોકાયેલ હતા.
