રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બોટાદમાં અપહૃત બાળકને છોડાવવા ગયેલા PI ઉપર હુમલો કરવાના કેસમાં આરોપીઓને શંકાનો લાભ આપતી કોર્ટ

11:36 AM Jan 10, 2025 IST | Bhumika
Advertisement

  8પ લાખની ખંડણી આપવા જતા બે પોલીસ કર્મી અને બાળકના મોટા બાપુ ઉપર છરી વડે તૂટી પડયા’તા

Advertisement

બોટાદના હિફલી વિસ્તારમા દસ વર્ષ પુર્વે 8પ લાખની ખંડણી વસુલવા બાળકનુ અપહરણ કરવામા આવ્યુ હતુ. અપહત બાળકને છોડાવવા ગયેલા પીએસઆઇ ઉપર છરી વડે જીવલેણ હુમલો કરવાના ગુનામા સંડોવાયેલા આરોપીને શંકાનો લાભ આપી કોર્ટે મુકત કરતો હુકમ કર્યો હતો. આ કેસની હકીકત મુજબ બોટાદના હિફલી વિસ્તારમા રહેતા પરિવારનુ બાળકનુ 8પ લાખની ખંડણી મુદે અપહરણ કરવામા આવ્યુ હતુ અને અપહરણકારો દ્વારા અપહત બાળકના મોટા બાપુ રાજેશભાઇ મોરીને ફોન કરી ખંડણીની રકમ ટાટમ ગામે આપી બાળકને છોડાવી જવા જણાવ્યુ હતુ.

જે અંગેની ફરીયાદ નોંધાતા બોટાદ પોલીસ મથકના પીઆઇ નિરવકુમાર કે વ્યાસ, પોલીસમેન આરીફભાઇ અને અપહત બાળકના મોટા બાપુ રાજેશભાઇ મોરી અપહત બાળકને છોડાવવા રૂપીયા ભરેલી બેગ લઇ આરોપીએ જણાવેલ ટાટમ ગામ પાસે ગયા હતા. જયા રાજેશભાઇ મોરી બેગ મુકવા ગાડીમાથી ઉતરતાની સાથે અંધારાનો લાભ લઇ પીઆઇ નિરવકુમાર વ્યાસ ગાડીમાથી ઉતરી નજીકમા સંતાઇ ગયા હતા.

પૈસાની બેગ લેવા આવેલા ગઢડાના ઉગામેડી ગામના કનુ ઉર્ફે કનૈયાલાલ ધનજીભાઇ અણઘણને ઝડપી લેવા પીઆઇ નિરવકુમાર વ્યાસે પ્રયાસ કરતા કનુ ઉર્ફે કનૈયાલાલ અણઘણે છરી વડે હુમલો કર્યો હતો. પીઆઇએ સ્વ બચાવમા એક રાઉન્ડ ફાયરીંગ કર્યુ હતુ જેમા કનુ ઉર્ફે કનૈયાલાલને પણ ઇજા પહોંચી હતી. આ અંગે પીઆઇ નિરવકુમાક વ્યાસે જીવલેણ હુમલો કરનાર આરોપી કનુ ઉર્ફે કનૈયાલાલ અણઘણ સામે ગઢડા પોલીસ મથકમા ફરીયાદ નોંધાવી હતી. આરોપીએ કનૈયાલાલ સહીત અન્ય આરોપીઓ વિરૂધ્ધ હાલનો ગુનો દાખલ થયા પહેલા અપહરણની ફરીયાદ બોટાદ પોલીસ સ્ટેશનમા નોંધવામા આવેલી છે.

તે ફરીયાદની ચાર્જશીટ અલગ કરવામા આવ્યુ હતુ અને જે કેસ હાલ પેન્ડીંગ છે પીઆઇ ઉપર જીવલેણ હુમલો કરવાનો કેસ અદાલતમા ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજુઆત બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરાયેલી દલીલોને ધ્યાને લઇ અદાલતે આરોપીને શંકાનો લાભ આપી મુકત કરતો હુકમ કર્યો છે.

આ કેસમા આરોપી વતી રાજકોટના અભય ભારદ્વાજ એશોસીએટના એડવોકેટ અંશ ભારદ્વાજ, ધીરજ પીપળીયા, ગૌતમ પરમાર, વિજય પટેલ, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર, રાકેશ ભટ્ટ, કમલેશ ઉધરેજા, તારક સાવંત, શ્રેયશ શુકલ, ચેતન પુરોહીત રોકાયા હતા.

Tags :
Botad newsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement