For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોંગ્રેસના ત્રણ નેતાઓ સામે કોર્ટનું પકડ વોરંટ

11:43 AM Aug 08, 2024 IST | Bhumika
કોંગ્રેસના ત્રણ નેતાઓ સામે કોર્ટનું પકડ વોરંટ
Advertisement

પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીના બદનક્ષીના કેસમાં હાજર નહીં રહેતા ગાંધીનગર કોર્ટ આકરા પાણીએ

રાજકોટના કુવાડવા રોડ પર આવેલ સહારા ઈન્ડીયાની જમીનમાં ઝોન ફેરફાર કરાવી 500 કરોડનું કૌભાંડ આચર્યાના આરોપો લાગતા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂૂપાણીએ કોંગી આગેવાનો વિરુદ્ધ કરેલા બદનક્ષીના કેસમાં કોર્ટે વિપક્ષ નેતા સહિત ચારને આરોપીઓ તરીકે જોડી નોટીસ પાઠવી કોર્ટમાં હાજર થવા હુકમ કર્યો હતો. કોંગી અગ્રણીઓ પ્લી નોંધાવવા કોર્ટમાં હાજર નહિ રહેતા ગાંધીનગર કોર્ટે ત્રણેય કોંગી અગ્રણી વિરુદ્ધ વોરંટ કાઢતો હુકમ કર્યો છે.

Advertisement

આ કેસની હકીકત મુજબ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂૂપાણી અને ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજે રાજકોટના કુવાડવા રોડ પર આવેલ સહારા કંપનીની જમીન સ2કાર કરવાના બદલે સહારા ઈન્ડિયાની જમીનમાં ઝોન ફેર કરી રૂૂ.500 કરોડથી વધારે રકમનું કૌભાંડ આચાર્યું હોવાનો આક્ષેપ કરી ગુજરાત વિધાનસભા વિ2ોધપક્ષના નેતા સુખરામભાઈ રાઠવા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૌલેષ 52મા2 અને કોગ્રેસ પક્ષના દંડક સી.જે.ચાવડાએ આક્ષેપો કર્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂૂપાણીએ તદ્દન ખોટા વાહિયાત આક્ષેપો કરનાર કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા, ઉપ નેતા શૈલેષભાઇ પરમાર, દંડક સી.જે.ચાવડા અને અંગત મદદનીશ વિરુદ્ધ ગાંધીનગર કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ દાખલ કરી હતી. ગાંધીનગર કોર્ટે સમન્સ પાઠવતા કોંગ્રેસના ચારેય આગેવાનો કોર્ટમાં હાજર થયા હતા અને અંગત મદદનીશ વિરોધ પક્ષના નેતા પ્રવીણ પરમારે પોતાની સામેની ફરિયાદ રદ કરવા કરેલી અરજી રદ થઈ હતી.

જે બદનાક્ષી કેસમાં કોંગ્રેસ અગ્રણીઓ પ્લી નોંધવા કોર્ટમાં હાજર રહેતા ન હોવાથી ગાંધીનગર કોર્ટે સુખરામ રાઠવા, શૈલેષ પરમાર અને સી.જે. ચાવડા વિરુદ્ધ ધરપકડ વોરંટ કાઢતો હુકમ કર્યો છે.

આ કેસમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂૂપાણી તરફે અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટ્સનાં અંશ ભારદ્વાજ, ધી2જ પીપળીયા, ગૌતમ 52મા2, વિજય પટેલ, અમૃતા ભારદ્વાજ, જીજ્ઞેશ વિ2ાણી, જીતેન્દ્ર કાનાબાર, કમલેશ ઉઘરેજા, રાકેશ ભટ્ટ, તારક સાવંત, જીજ્ઞેશ લાખાણી, ચેતન પુરોહિત અને ગાંધીનગરના એડવોકેટ અલ્પેશ ભટ્ટ રોકાયા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement