For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અકસ્માત કેસમાં મૃતક વેપારીના પરિવારને વ્યાજ સહિત 83 લાખનું વળતર મંજૂર કરતી કોર્ટ

03:59 PM Dec 08, 2025 IST | Bhumika
અકસ્માત કેસમાં મૃતક વેપારીના પરિવારને વ્યાજ સહિત 83 લાખનું વળતર મંજૂર કરતી કોર્ટ

રાજકોટની ભાગોળે આવેલા સુર્યા રામપરા ગામનાં કોળી સમાજનાં અગ્રણી અને બિલ્ડીંગ મટીરીયલન્સનાં વેપારીનું અકસ્માતમા મૃત્યુ નીપજતા પરિવારજનો દ્વારા વળતર મેળવવા માટે કરેલા કલેઈમ કેસમાં વ્યાજ સહીત રૂૂા.83 લાખનું જંગી વળતર રાજકોટની અદાલત દ્વારા મંજુર કરવામાં આવ્યું છે.

Advertisement

આ અંગેની હકીકત એવી છે કે, રાજકોટ જિલ્લાનાં સુર્યા રામપરા ગામે રહેતા અને બિલ્ડીંગ મટીરીયલ્સનો વેપાર કરતાં અશોકભાઈ વાલજીભાઈ ઝાલા તા.04/05/2021નાં રોજ
કાર ચલાવીને કુવાડવાથી પોતાનાં ગામ સુર્યા રામપરા આવતા હતા ત્યારે વાંકાનેર રોડ, આર. કે. હબ પાસે પહોંચતા ટીએસ-15-યુએ-5763 નંબરના ટ્રક ચાલકે કારને હડફેટે લેતાં ગંભીર ઈજા થતાં અશોકભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. જે અંગેનો કલેઈમ કેસમાં ગુજરનારનાં વારસદારોએ રાજકોટ ટીબ્યુનલમાં તેમના વકીલ રવીન્દ્ર ડી. ગોહેલ, સંદિપ એમ. રાઠોડ અને વિવેક ગઢવી ધ્વારા તા. 19/05/2021માં દાખલ કરવામાં આવેલો હતો. મૃતક અશોકભાઈ વાલજીભાઈ ઝાલા બિલ્ડીંગ મટીરીયલ્સનો વેપાર કરતાં હતાં અને તેઓ તેમનાં કુટુંબનાં અન્ય પાંચ સભ્યોનું ભરણપોષણ કરતા હતાં અને ગુજરનાર અશોકભાઈ ઈન્કમટેક્ષ રીટર્ન ભરતા હતાં.

જે આવક અંગેનાં રીટર્ન ગુજરનારનાં એડવોકેટ ધ્વારા કોર્ટમાં ઈન્કમટેક્ષ ઓફિસર ધ્વારા રજુ કરાવેલ અને ગુજરનાર વકીલ ધ્વારા એવી દલીલ કરવામાં આવેલ કે, ગુજરનારનાં આવક અંગેનાં જે ઈન્કમટેક્ષ રીટર્નો રજુ કરવામાં આવેલ છે, તેમાંથી જે વર્ષનું ઈન્કમટેક્ષ રીટર્ન મહત્તમ હોય તે આવક ધ્યાનમાં લઈને ગુજરનારનાં વારસદારોને વળતર મળવાપાત્ર છે અને તેનાં સપોર્ટમાં સુપ્રિમ કોર્ટનાં જજમેન્ટ રજુ કરવામાં આવેલ. અરજદારોનાં વકીલની મજબુત દલીલો ધ્યાનમાં રાખી રાજકોટ ટ્રીબ્યુનલે ધ્વારા ગુજરનારની ઉમર ધ્યાને લઈને 25 ટકા ફયુચર પ્રોસ્પેકટીવ આવક ધ્યાનમાં લઈને ગુજ. અશોકભાઈ વાલજીભાઈ ઝાલાનાં કલેઈમ કેસમાં વ્યાજ સહીત રૂૂા.83 લાખ થી વધારે વળતરની રકમ મંજુર કરવામાં આવ્યું છે.

Advertisement

આ કેસમાં અરજદાર વતી રાજકોટ કલેઈમ કેસનાં નિષ્ણાંત વકીલ રવીન્દ ડી. ગોહેલ, સંદિપ એમ. રાઠોડ, વિવેક વી. ભાંસળીયા (ગઢવી), આસિસ્ટન્ટ તરીકે, દિનેશડી. ગોહેલ , જતીન પી. ગોહેલ અને જયેશ મકવાણા વગેરે રોકાયેલ હતાં.

Advertisement
Tags :
Advertisement
Advertisement