HDFCબેંકમાં 98 લાખની છેતરપિંડી આચરવાના કેસમાં આરોપીની જામીન અરજી મંજૂર કરતી કોર્ટ
પ્રયાગરાજની કંપનીના HDFC બેંક એકાઉન્ટ ધારકનો બોગસ ચેક કલીયર કરાવી ઠગાઈ કરવાના કેસમાં ધરપકડ થઇ’તી
પ્રયાગરાજ અલ્હાબાદની ફિઝિક્સવાલા પ્રા.લી.ના એચડીએફસી બેન્ક એકાઉન્ટ ધરકનો બોગસ ચેક રાજકોટની એચડીએફસી બેન્કમાં ક્લિયર કરાવી રૂૂ.98 લાખની છેતરપીંડી આચરવાના ગુનામાં સંડોવાયેલા શખ્સને જામીન મુક્ત કરવા કોર્ટે હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ કર્ણાટકના બેલગામ ગામે રહેતા રવિકિરણ સુરેશભાઈ કમલાકર નામના શખ્સે પ્રયાગરાજના અહલાબાદમાં આવેલી ફિઝિક્સવાલા પ્રા.લી.ના એચડીએફસી બેન્ક એકાઉન્ટ ધારકનો રૂૂ.98 લાખનો ચેક અન્ય આરોપી મારફતે રાજકોટમાં ભક્તિનગર એચડીએફસી બેન્કની બ્રાન્ચમાં ક્લિયર કરાવવા આપ્યો હતો કર્ણાટકના ચીકોડી શાખામાં ટ્રાન્સફર થતા ચેક બનાવટી અને ખોટો હોવાનું જણાવતા ભક્તિનગર એચડીએફસી બેન્કના બ્રાન્ચ મેનેજર અવધ મહેશભાઈ માકડે ફિઝિક્સવાલા પ્રા.લી.ના એકાઉન્ટ ધરકનો બોગસ રૂૂ.98 લાખ ચેક ક્લિયર કરાવી નાણા મેળવી છેતરપિંડી આચરનાર રવિકિરણ સુરેશભાઈ કમલાકર સહિતના શખ્સો વિરુદ્ધ ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે જે ગુનામાં સંડોવાયેલા કચ્છ ભુજના કનુભા મધુભા જાડેજાની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો.
જે કેસમાં જેલ હવાલે રહેલા કનુભા જાડેજાએ જામીન મુક્ત થવા પોતાના એડવોકેટ મારફતે રાજકોટ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજૂઆત બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલ અને રજૂ રાખેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓને ધ્યાને લઈ અધિક સેશન્સ જજ વી.એ. રાણા દ્વારા આરોપીને જામીન મુક્ત કરતો હુકમ કર્યો છે.આ કેસમાં આરોપી વતી રાજકોટના એડવોકેટ રાજન કોટેચા, કૃણાલ કોટેચા, વારીસ જુણેજા, ડેનિશા પટેલ અને જય વણઝારા રોકાયા હતા.