મનપાના સેનેટરી ઇન્સ્પેક્ટરને લાંચ કેસમાં નિર્દોષ મુક્ત કરતી કોર્ટ
શહેર મહાપાલિકાના વોર્ડ નંબર 23 માં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા અમિત મહિપતભાઈ પરમારની હાજરી પુરવા માટે રૂૂપિયા 200ની લાંચની માગણી કર્યા અંગેની એસીબી પોલીસ મથકમાં કરવામાં આવેલી ફરિયાદના આધારે એસીબી કચેરી દ્વારા ગોઠવાયેલા છટકામાં સેનેટરી ઇન્સ્પેક્ટર વિનોદ જયંતિ દરજી વતી પટાવાળા લક્ષ્મણ વાલજી રાઠોડ રૂૂપિયા 200ની લાંચ લેતા ઝડપાઈ જતા પોલીસે લક્ષ્મણભાઈ રાઠોડ અને સેનેટરી ઇન્સ્પેક્ટર વિનોદ દરજી ની ધરપકડ કરી હતી.
બાદ તપાસની દ્વારા બંને આરોપીવિરુદ્ધ અદાલતમાં ચાર્જ સીટ ફાઇલ કરવામાં આવી હતી. આ કામમા લક્ષ્મણભાઈ રાઠોડ ચાલુ કામે ગુજરી ગયેલા હતા.બાદ કોર્ટમાં કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ ડિસ્ટ્રિક્ટ જજ વિક્રમસિંહ ગોહિલે ત્હોમતદાર વિનોદભાઈ દરજી ને નિર્દોષ ઠરાવી છોડી મુકલા છે. સેનેટરી ઈન્સ્પેટર વિનોદ જયંતી દ2જી વતી રાજકોટનાં દફતરી લો ચેબર્સ ના વિધ્વાન ધારાશાસ્ત્રી શ્રી પથીકભાઈ દફતરી, ભાવિન દફતરી, નુપુરબેન દફતરી, નેહાબેન દફતરી, યુવરાજસિંહ જાડેજા, સંજયસિંહ જાડેજા, પરેશ કુકાવા નીશાબેન સુદ્રા, શીવાંગી મજીઠીયા તથા લો સ્ટુડન્ટ નેન્સી નારીગ્રા, રોકાયેલા હતા.