અમિત શાહ ગુજરાતમાં ઉત્તરાયણ ઉજવશે, ત્રણ દિવસ ભરચક્ક કાર્યક્રમો
તા. 14થી 16 અમદાવાદ, ગાંધીનગર, માણસામાં કાર્યક્રમ
દેશના કેન્દ્રીય ગૃહમંત્રી વારતહેવારે ગુજરાતની મુલાકાતે આવતા હોય છે. ત્યારે આ ઉત્તરાયણમાં પણ તેઓ ગુજરાતની મુલાકાતે આવનાર છે. જેમાં 14-15-16 જાન્યુઆરી અમદાવાદ, ગાંધીનગર, માણસા કાર્યક્રમમાં હાજરી આપનાર છે.
મળતી માહિતી મુજબ 14 જાન્યુઆરીએ રાણીપ, સાબરમતી, થલતેજમાં પતંગ ચગાવીને ઉતરાયણની ઉજવણી કરશે. તથા 15 જાન્યુઆરીએ કલોલમાં જાહેર કાર્યક્રમ માં હાજરી આપશે. ત્યારે 16 જાન્યુઆરીએ માણસામાં કરોડોના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરનાર છે.
3 દિવસ અમિત શાહ ગુજરાતમાં રહેશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમિત શાહ મકરસંક્રાંતિના દિવસે પતંગ ચગાવશે. ગાંધીનગર સંસદીય વિસ્તારમાં 2-3 જગ્યાએ અમિત શાહ પતંગોત્સવમાં હાજરી આપશે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમિત શાહ દર વર્ષે મકરસંક્રાંતિમાં કાર્યકરોના ઘરે જઈને પતંગ ચગાવતા હોય છે. આ વર્ષે પણ તેઓ કાર્યકરો સાથે પતંગોત્સવની મજા માણશે. આ વખતે તેઓ 3 દિવસ ગુજરાતમાં અમદાવાદ, માસણા અને ગાંધીનગરમાં મકરસંક્રાંતિની ઉજવણી કરી શકે છે. મકરસંક્રાંતિના દિવસે તેઓ પરિવાર સાથે અને ત્યારબાદ તેઓ સંસદીય વિસ્તારની મુલાકાતે જતા હોય છે.