પોક્સો એક્ટના જુદા જુદા બે ગુનામાં આરોપીને નિર્દોષ મુક્ત કરતી કોર્ટ
રાજકોટમાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના જુદા જુદા બે ગુનામાં સંડોવાયેલા બે આરોપીને કોર્ટે નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ રાજકોટમાં રહેતા જુદા જુદા બે પરિવારની સગીર વયની પુત્રીઓનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યાની ભોગ બનનાર બંને સગીરાના પરિવાર દ્વારા પબીથ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આરોપી અનુપ રામકિશોર નિશાદ અને રામકિશોર કસીયા નિશાદ (રહે,રાજકોટ) વિરૂૂધ્ધ જુદી જુદી બે ફરિયાદ દાખલ હતી. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યા બાદ બંને કેસ સ્પે. પોકસો કોર્ટમાં ચાલવા ઉપર આવતા રામકિશોર કસીયા નિશાદનું અવસાન થતાં તેની સામેનો કેસ એબેટ કરવામાં આવ્યો હતો. જ્યારે આરોપી અનુપ રામકિશોર નિશાદ સામેના કેસની સુનાવણીમાં બંને પક્ષની રજુઆત બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ સ્પે. પોકસો કોર્ટે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કર્યો છે.
આ કેસમાં આરોપી વતી ધારાશાસ્ત્રી ચીમનભાઈ ડી.સાંકળીયા, નિકુંજભાઈ સી.સાંકળીયા, ઉદયભાઈ પી.ચાંવ, પ્રકાશભાઈ એ.કેશુર, જી.એમ.વોરા, ભરતભાઈ ડી.બોરડીયા, વિજયભાઈ એલ.સોંદરવા, હરેશભાઈ એ.ખીમસુરીયા, સોનલબેન બારોટ, રણજીતભાઈ ડી.સાંખટ, પુનમબેન સોદરવા, વકીલ આસીસ્ટન્ટ તરીકે લલીતચંદ્ર સી.બારોટ રોકાયા હતા.
