ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

હત્યા કેસમાં આરોપીને નિર્દોષ મુક્ત કરતી કોર્ટ

03:47 PM Mar 04, 2025 IST | Bhumika
Advertisement

રાજકોટ શહેરમાં રહેતા ભરતભાઈ ચનાભાઈ એંધાણી નામના યુવકની રતનપર ગામે રહેતો અમિત ઉર્ફે ટકો કિશોર રાઠોડ નામના શખ્સે છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા અંગેની કુવાડવા રોડ પોલીસ મથકમા મૃતકના ભાઈ મુકેશ ચન્નાભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી અમિત ઉર્ફે ટકાની ધરપકડ કરી પ્રાથમિક તપાસમા લાલુભા જાડેજાની વાડીમાં ઉભો પાક સૂકાતો હોય જેથી મદદ કરવા સારું પ્લાસ્ટિકની પાણીની પાઇપલાઇન નાખવાનું કામ પૂર્ણ કરી વાડીમાં જમણવાર ગોઠવેલો હતો ત્યારે અમિત ઉર્ફે ટકો અને ભરત એધાણી સાથે થયેલી બોલાચાલીનો ખાર રાખી મોતને ઘાટ ઉતાર્યાનું જણાવ્યું હતું.

Advertisement

બાદ તપાસ પૂર્ણ થતા અમિત ઉર્ફે ટકાને જેલ હવાલે કરી તપાસનીશ દ્વારા અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું. જે કેસ ચાલવા ઉપર આવતા આરોપીના બચાવ પક્ષે કરવામાં આવેલી રજુઆત અને દલીલો તેમજ રેકર્ડ ઉપરના પુરાવાઓને ધ્યાનમાં લઈ આરોપીને છોડી મુકવાનો હુકમ કર્યો છે. આ કેસમાં આરોપી વતી એડવોકેટ પીયુષ એમ.શાહ, અશ્વીનભાઈ ગોસાઈ, નીવીદભાઈ પારેખ, નીતેશભાઈ કથીરીયા, વીજયભાઈ પટગીર, જીતેન્દુભાઈ ધુળકોટીયા, હર્ષીલભાઈ શાહ, ચીરાગભાઈ શાહ, આસીસ્ટન્ટ રવીરાજભાઈ વાળા, રૂૂત્વીકભાઈ વધાસીયા અને સંજયભાઈ મેરાણી રોકાયેલા હતા.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement