રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ખાંડના વેપારી સાથે રૂા.60.93 લાખની છેતરપિંડી કરનાર દંપતીએ અનેક વેપારીઓ પાસેથી નાણાં ખંખેર્યા

04:46 PM Dec 21, 2023 IST | Bhumika
Advertisement

રાજકોટમાં રૂૂા.60.93 કરોડની છેતરપિંડીના કેસમાં ક્રાઈમ બ્રાંચે હરિયાણાના ગુરૂૂગ્રામમાં ન્યુટ્રી એગ્રો ઓવરસીઝ નામની પેઢી ધરાવતા અવિનાશ નેકચંદ બંસલ (ઉ.વ.47) અને તેની પત્ની પ્રેરણા (ઉ.વ.34)ની ગુરૂૂગ્રામમાંથી ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા ચાર દિવસના રિમાન્ડ પર મેળવી તપાસનો દૌર આગળ ધપાવ્યો હતો.

Advertisement

ક્રાઈમ બ્રાંચ દ્વારા શરૂૂ થયેલી તપાસ દરમિયાન શરૂૂઆતમાં બંસલ દંપતિએ ફરિયાદીને ઓર્ડર મુજબનો ખાંડનો જથ્થો મોકલી દીધાનું રટણ કર્યું હતું.જો કે આગળની તપાસમાં મામલો ઠગાઈનો જ હોવાનું સ્પષ્ટ બન્યું છે.બંસલ દંપતિએ ખરેખર કઈ રીતે કૌભાંડ આચર્યું તે અંગે ક્રાઈમ બ્રાંચ તપાસ કરી રહી છે.ક્રાઈમ બ્રાંચ જયારે બંસલ દંપતિને ગુરૂૂગ્રામમાં પકડવા ગઈ ત્યારે બીજા વેપારીઓ પણ મળ્યા હતા જેમની સાથે પણ છેતરપીંડી થયાની શક્યતા છે.આ અંગે મવડીમાં આર.કે. એમ્પાયર બિલ્ડીંગમાં બાલાજી એન્ટરપ્રાઈઝ નામની પેઢી ધરાવતાં પ્રશાંત ગોહેલે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી.જેમાં તેણે જણાવ્યું હતું કે શરૂૂઆતમાં તેણે બંસલ દંપતિ પાસેથી રૂૂા.પર લાખની ખાંડ ખરીદી હતી.જેનો ઓર્ડર સમયસર પૂરો કરતાં વિશ્વાસ બેસી ગયો હતો.

જેને કારણે બંસલ દંપતિ સાથે અંદાજે 82 કરોડની ખાંડનો સોદો કર્યો હતો.જેના એડવાન્સ પેટે રૂૂા.69.12 કરોડ ચૂકવી આપ્યા હતા.બદલામાં બંસલ દંપતિએ રૂૂા.8.19 કરોડની કિંમતનો ખાંડનો જથ્થો મોકલ્યો હતો.બાકીના રૂૂા.60.93 કરોડની ખાંડનો જથ્થો મોકલવામાં ગલ્લા-તલ્લા કર્યા હતા. આખરે આ ખાંડનો જથ્થો મોકલી દીધાનું કહી દીધું હતું.એટલું જ નહીં તેના ખોટા બિલ પણ જીએસટી પોર્ટલ ઉપર અપલોડ કરી દીધા હતા.અવાર- નવાર રકમની માંગણી કરવા છતાં નહીં આપતાં ફરિયાદ નોંધાવી હતી.આ કૌભાંડમાં ખોટા બિલ બનાવવામાં અન્ય કોઈ સામેલ છે કે કેમ?એ અંગે પણ તપાસ ચાલી રહી છે.તેમની પત્ની પ્રેરણાને ત્રણ મહિનાનો પુત્ર હોય તેમને જેલ હવાલે કરાઈ છે જ્યારે તેનો પતિ ચાર દિવસના રિમાન્ડ પર છે.

Tags :
crimefraudgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement