રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બોટાદ નજીક BMWના ચાલકે બાઇકને ઠોકરે લેતા દંપતી ખંડિત: પત્નીનું મોત

11:51 AM Jul 30, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

બરવાળા ખાતે હિટ એન્ડ રનની ઘટના બની છે. હિટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત થયું હતું. બીએમડબલ્યુ કાર ચાલકે બાઈકસવાર દંપતીને અડફેટે લીધું. 2 વર્ષીય બાળક સાથે દંપતિ ફરવા નીકળ્યું હતું. સરકારી કોલેજ પાસે અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર થઇ ગયો હતો. અકસ્માતમાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયુ છે.

બાળક અને પિતાને ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માતમાં ઇખઠ કારની નંબર પ્લેટ તૂટીને ત્યાં જ પડી. નંબર પ્લેટ પરથી ગાડી સુરતની હોવાનું અનુમાન છે. બરવાળા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે કાર ચાલકને ટૂંક સમયમાં પકડી લઈશું. તૂટેલી કાર પરથી કારચાલક સુરતનો હોવાનું પુરવાર થતા સુરત આરટીઓનો સંપર્ક સાધીને તેના અંગેની વિગત માંગવામાં આવશે. આ જ અઠવાડિયામાં કારચ ચાલકને પકડી લઈશું તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.અમદાવાદમાં મોડી રાત્રે અકસ્માતમાં એકનું મોત થયું છે. અમદાવાદમાં મોડી રાત્રે અકસ્માતમાં એકનું મોત થયું છે. નિકોલ વિસ્તારની કાનબા હોસ્પિટલ પાસે અકસ્માત થયો છે. કારચાલકે બેફામ કાર હંકારતા એકને કચડી નાખી છે. અબજીબાપા ગ્રીન્સના મુખ્ય દ્વાર પર લીધા પર અડફેટે લીધા છે. કારની ટક્કરથી 55 વર્ષીય મહિલાનું મોત થયું છે. મૃતક મહિલા સાથેના બાળકને પણ ગંભીર ઇજા થઈ છે. મૃતક મહિલા અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

પોલીસે અકસ્માત કરનાર આરોપીને પકડીને કાર્યવાહી કરી છે.કાર ધડાકા સાથે અથડાતા સ્થાનિકો દોડી આવ્યા હતા. મૃતક મહિલા અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ટક્કર મારના કારચાલક ચિરાગ સોની પોલીસના સકંજામાં આવ્યા છે. પોલીસે કસૂરવાર આરોપી ચિરાગને પકડીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ હવે આરોપી નશામાં હતાં કે નહી તે ચકાસવાની છે. ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો કેસ છે કે નહીં તેની ચકાસણી કરશે. આ માટે આરોપીના નમૂના પણ ફોરેન્સિકમાં પરીક્ષણ માટે મોકલાશે. પોલીસે મૃતક મહિલાનો દેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોસ્ટમોર્ટમનું પરિણામ આવ્યા પછી મૃત્યુ પાછળના કારણોની વિગતવાર ખબર પડશે.

Tags :
BotadBotad newsdeathgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement