રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પ્રેમાંધ કૌટુંબિક ભાઈ-બહેનનો સજોડે આપઘાત

05:57 PM Mar 18, 2024 IST | Bhumika
Advertisement

સામાન્ય રીતે દરેક વ્યક્તિની પ્રેમની પરિભાષા અલગ હોય છે. પરંતુ એવું કહેવામાં આવેૈ છે કે પ્રેમ પામવાની ચાહના નથી હોતી પ્રેમનો અર્થ પામલું નથી. તમે કોઈને પ્રેમ કરો તો જરૂરી નથી કે તે તમને મળી જાય. પરંતુ પ્રેમ જેવા પવિત્ર સંબંધની આટલી સરળ પરંતુ ઉંડી વાત ઘણા ઓછા લોકોના સમજમાં આવતી હોય છે. અને તેના માઠા પરિણામો સમાજમાં જોતા હોઈએ છીએ. ત્યારે રાજકોટ જિલ્લાના પડધરીમાં કૌટુંબીક ભાઈ-બહેન એકમેકને પામી નહીં શકે તેવા ડરથી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

Advertisement

મળતી વિગતો અનુસાર, પડધરીના હડમતીયા ગામે રહેતા સમરત બેસ્તા ચૌહાણ (ઉ.25) અને તેમની કૌટુંબીક બહેન સેનાબેન રાલીયાભાઈ ચૌહાણ (ઉ.16) બન્નેએ કિશોરસિંહ પ્રભાતસિંહ જાડેજાની વાડીમાં ઝાડ સાથે ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ મામલે પડધરી પોલીસનાં હેડ કોન્સાટેબલ વી.એમ.દાફડા અને સ્ટાફે તપાસ શરૂ કરી છે.બન્ને કૌટુંબીક ભાઈ બહેન અને મુળ મધ્યપ્રદેશનાં ભોરીયાદ ગામના વતની અને અહિં પરિવાર સાથે ખેતમજુરી કરતાં હતાં. બન્નેએ પરિવાર આ સંબંધને નહીં સ્વિકારે તેવા ડરથી આ પગલું ભરી લીધુ હતું.

ઝેરી દવાની અસરથી શ્રમિક યુવાનનું મોત
વાંકાનેરના ખેરવા ગામે વાડીમાં મજુરી કામ કરતા યુવકનું દવાછાંટતી વેળાએ ઝેરી અસર થતાં મૃત્યુ નિપજ્યું હતું. મુળ દાહોદના વતની અને હાલ વાંકાનેરના ખેરવા ગામે રહેતા આદિવાસી શ્રમીક રમેશભાઈ ભરતભાઈ ડામોર નામના 35 વર્ષના યુવાન કાનાભાઈની વાડીએ દવા છાંટતા હતાં ત્યારે તેમને ઝેરી અસર થતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે લઈ જવાયા હતાં. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે એરપોર્ટ પોલીસના સ્ટાફે જરૂરી કાગળો કર્યા હતાં.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement