ફરવા જવા મુદ્દે ઝઘડો થતા દંપતીએ સજોડે ફિનાઇલ પી લીધું
શાપરમાં બનેલી ઘટના : બંનેને ઝેરી અસર થતા સારવારમાં ખસેડાયા
શાપર - વેરાવળમા રહેતી પરણીતાએ ફરવા જવાની જીદ પકડતા પતિએ હાલ પૈસા નહીં હોવાથી ફરવા જવાની ના પાડી હતી ફરવા જવા મુદે દંપતી વચ્ચે ઝઘડો થતા સજોડે ફીનાઇલ પી લીધુ હતુ. દંપતીને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડાયા હતા.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ શાપરમા રહેતા વિજય ગોપાલભાઇ મગરા (ઉ.વ. 30) અને તેની પત્ની કિર્તીબેન વિજયભાઇ મગરા (ઉ.વ. ર6) બપોરના અરસામા પોતાના ઘરે હતા ત્યારે સજોડે ફીનાઇલ પી લીધુ હતુ.
દંપતીને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યા હતા. આ અંગે શાપર પોલીસને જાણ થતા પોલીસ રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે દોડી આવી હતી.
પ્રાથમીક પુછપરછમા કિર્તીબેન મગરાએ બહાર ફરવા જવા મુદે જીદ પકડી હતી જેથી પતિ વિજય મગરાએ હાલ પૈસા નહી હોવાથી ફરવા જવાની ના પાડી હતી. ફરવા મુદે દંપતી મુદે રકઝક થતા વિજય મગરાએ ફીનાઇલ ગટગટાવી લીધુ હતુ. પતિએ ફીનાઇલ પી લીધાની જાણ થતા જ ર્કીતીબેન મગરાએ પણ ફીનાઇલ પી લીધુ હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે શાપર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.