રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગુજરાતના દરિયામાંથી દેશનો સૌથી મોટો 3300 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો: કિંમત 2 હજાર કરોડ રૂપિયાથી વધુ હોવાનો અંદાજ

10:23 AM Feb 28, 2024 IST | Bhumika
Advertisement

 

Advertisement

 

ગુજરાતના દરિયા કિનારેથી વધુ એક વખત ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. ઇન્ડિયન નેવી અને કોસ્ટ ગાર્ડ તથા ગુજરાત ATSના સંયુક્ત ઓપરેશનમાં ડ્રગ્સનો ભારતના ઇતિહાસનો સૌથી મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે . સંયુક્ત ઓપરેશનમાં અલગ અલગ પ્રકારનો 3300 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો છે.આ ડ્રગ્સની કિંમત 2000 કરોડ રૂપિયાથી વધુ હોવાનો અંદાજ છે. અને આ ડ્રગ્સના જથ્થા સાથે પાંચ શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે.

આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ, ગુજરાત એટીએસ તથા એનસીબીએ નેવી સાથે મળીને પોરબંદરની આસપાસના દરિયામાંથી એક શંકાસ્પદ જણાવતી ઈરાની બોટ પકડી પાડી હતી, જેની તલાશી લેવામાં આવતા તેમાંથી 3000 કિલો કરતાં વધુ માત્રામાં ડ્રગ્સ મળી આવતા આ બોટમાં સવાર 5 પેડલરોને દબોચી લેવામાં આવ્યા હતા.

ભારતીય દરિયાઈ સીમા પર આજે મોડી સાંજે દિલ્હી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(NCB), ગુજરાત ATS અને અન્ય સેન્ટ્રલ એજન્સીએ ભેગા મળીને 3300 કિલોનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. એજન્સીના સંયુક્ત ઓપરેશનમાં ઈરાનથી આવતી બોર્ડમાં ત્રણ શકમંદો ચરસ અને અન્ય ડ્રગ લઈને આવતા હતા. જેની માહિતીના આધારે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કલાકો સુધી દરિયામાં રહીને એજન્સી અને ગુજરાતી ATSના અધિકારીઓએ બોટને આંતરીને ડ્રગ્સ ઝડપી લીધું હતું.ગુજરાતના આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમામાં કરોડોનું ડ્રગ્સ આવી રહ્યું હતું તેવી ઈનપુટ સેન્ટર એજન્સી પાસે હતી. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને ગુજરાત ATSની મદદથી મેગા ઓપરેશન હાથ ધરાયું હતું. દરિયાઈ સીમામાં ઈરાનની બોટમાં 3300 કિલો ડ્રગ્સ હતું. જેમાં હસીસ અને ચરસ હોવાનું માલુમ પડી રહ્યું છે. એક અંદાજ પ્રમાણે આ ડ્રગ્સની આંતરાષ્ટ્રીય કિંમત 2 હજાર કરોડ હોવાની વિગત સૂત્રોએ જણાવી છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અત્યાર સુધીનો ડ્રગ્સનો સૌથી મોટા જથ્થો પકડાયો છે.

ઈરાની બોટમાં 3000 કિલો ડ્રગ્સ સાથે પકડાયેલા પાંચેય પેડલરોને સુરક્ષા એજન્સીઓ દ્વારા મંગળવારની મોડી રાત્રે પોરબંદરના દરિયા કિનારે લઈ આવવામાં આવ્યા હતા. બોટ અને ડ્રગ્સ સાથે પોરબંદર લાવવામાં આવેલા હાથ તમામ પેડલરોને ગુપ્ત જગ્યાએ ખસેડવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

 

 

 

 

Tags :
Druggujaratgujarat newsPorbandarPorbandar sea
Advertisement
Next Article
Advertisement