જેતપુરની ચોકીધાર ચેક પોસ્ટેથી રૂા.1.90 લાખનો દેશી દારૂ ઝડપાયો
રાજકોટ અને શાપરના શખ્સની ધરપકડ, વંથલીના બે સપ્લાયરના નામ ખૂલ્યા
જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના ચોકીધાર ચેક પોસ્ટેથી ગ્રામ્ય એલસીબીએ રૂૂ.1.90 લાખના 950 લીટર દેશીદારૂૂ ભરેલી બોલેરો પીકઅપ સહીત રૂૂ. 5.50 લાખના મુદ્દામાલ સાથે રાજકોટ અને શાપરના બે શખ્સોની ધરપકડ કરી વંથલીના બે સપ્લાયના નામ ખોલ્યા છે.મળતી વિગતો મુજબ રાજકોટ રેન્જના આઈજી અશોક કુમાર અને જીલ્લાના પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જર દ્વારા જીલ્લામાં ચાલી રહેલ પ્રોહીબીશન તથા જુગારના કેસ શોધી કઢવા સુચના કરેલ હોય જે અન્વયે રાજકોટ ગ્રામ્યના એલ.સી.બી.ના પી.આઈ વી.વી.ઓડેદરાની ટીમે બાતમીના આધારે જેતપુર તાલુકાના ચેકીધાર ચેક પોસ્ટથી જીજે11-વીવી-3238 નંબરની બોલેરો પીકઅપમાં રૂૂ.1.90 લાખના 950 લીટર દેશીદારૂૂ સહીત રૂૂ.5.50 લાખના મુદ્દામાલ સાથે રાજકોટ સહજાનંદ પાર્ક સોસાયટી બ્લોક નં.1 વડવાજડી રહેતા અનીલ હમીરભાઇ ચૌહાણ અને શાપર પાટીયે પરફેકટ હોટલની બાજુમાં રહેતા મૂળ ગીરસોમનાથના સુત્રાપાડાના ભુવાટીંબીના વનરાજભાઈ પ્રતાપભાઈ ગોહીલની ધરપકડ કરી તપાસ કરતા વંથલીના કાસમ અને વસીમનું નામ ખુલ્યું હતું. અનીલ હમીરભાઇ ચૌહાણ સામે રાજકોટ તાલુકા અને ક્રાઈમ બ્રાંચમાં 4 ગુન્હા નોંધાયેલા છે.
રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. ના પી.આઈ વી.વી.ઓડેદરા, પીએસઆઈ એચ.સી. ગોહીલ,આર.વી.ભીમાણી તથા એ.એસ.આઇ. બાલકૃષ્ણભાઈ ત્રીવેદી,અનીલભાઇ બડકોદીયા, દિવ્યેશભાઈ સુવા, નિલેશભાઈ ડાંગર, રાજુભાઇ સાંબડા, હરેશભાઈ પરમાર, તથા મીરલભાઈ ચંદ્રવાડીયા, અબ્દુલભાઈ શેખ સહીતના સ્ટાફે કામગીરી કરી હતી.