For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દરિયાઈ વિસ્તારમાં કીચડિયા પક્ષીઓની ગણતરીનું કાર્ય પૂર્ણ

12:53 PM Jan 06, 2025 IST | Bhumika
દરિયાઈ વિસ્તારમાં કીચડિયા પક્ષીઓની ગણતરીનું કાર્ય પૂર્ણ

Advertisement

દેશમાં સૌ પ્રથમ વખત મરીન નેશનલ પાર્ક, મરીન સેન્ચુરી જામનગર માં આજે પક્ષી પ્રજાતિ ની ગણતરી અને પક્ષી ની ગણતરી કરવામાં આવી હતી. આજે સવારથી પક્ષી વિદો અલગ અલગ સ્પોટ ઉપર ગોઠવાઈ ગયા હતા આ કામગીરી સાંજ સુધી ચાલુ રહેવા પામી હતી. .હવે રવિવારે પક્ષીવિદો ખીજડિયા માં એકત્ર થશે અને માહિતીની આપ-લે કરશે. આજે પક્ષી ઓળખ અને તેની ગણતરી માટે આજે કાર્યક્રમ ચાલી રહ્યો છે.

બર્ડ ક્ધઝર્વેશન સોસાયટીના પ્રમુખ બકુલ ત્રિવેદીના જણાવ્યા મુજબ આ પ્રકારની કામગીરી પ્રથમ વખત થઈ રહી છે, જેમાં ગુજરાત ઉપરાંત દેશ-વિદેશથી આશરે 1રપ જેટલા પક્ષીવીદ નિષ્ણાતો જામનગર આવ્યા છે, અને તેમની અલગ અલગ રપ ટૂકડી બનાવવામાં આવી હતી. જેઓ આજ સવારથી ઓખા થી નવલખી સુધીના 170 કિ.મી.ના દરિયા કાંઠા વિસ્તારમાં ગોઠવાઈ ગઈ હતા.

Advertisement

અને પક્ષી ગણતરી કરી હતી. તેમાં ખાસ કરીને પક્ષીની પ્રજાતિની સાથે પક્ષીની પણ ગણતરી કરવામાં આવી હતી.જામનગરમાં આશરે 300 થી સ્થાનિક અને પ્રવાસી પક્ષીની પ્રજાતિ જોવા મળેલ છે. શ્રીલંકાના પક્ષી નિષ્ણાત સંપત પણ જામનગર આવ્યા છે. તેઓએ રામસેતુ વિસ્તારમાં પક્ષીની નવી પ્રજાતિની શોધ કરી છે, અને કાર્યક્રમના સ્પિકર પણ છે. તેમણે એક પક્ષી ને હનુમાન ફ્લોઅર નામ આપ્યું છે. રવિવારે સવારે તમામ પક્ષી નિષ્ણાતો ખીજડિયામાં એકત્ર થશે અને ક્યા પ્રકારના, કેટલા પક્ષીઓ જોયા ? શું જાણ્યું ? તે અંગે વિગતોની આપ-લે કરશે.ખીજડિયા બર્ડ સેન્ચુરીના આરએફઓ દક્ષાબેન વઘાસિયાએ જણાવ્યા મુજબ કાદવ-કિચડ, બેટલેન્ડ, ટેરેટેરી બર્ડ વગેરેનો સમાવેશ ગણતરીમાં કરવામાં આવ્યો હતો. ગઈકાલે બપોર પછી ત્રણ દિવસીય આ કાર્યક્રમનો ખીજડિયામાં પ્રારંભ થયો હતો. હવે આજે પક્ષી ગણતરી કરવામાં આવી હતી. અને રવિવારે નિષ્ણાતોનું માર્ગદર્શન યોજાશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement