For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાતભરમાં ગ્રામપંચાયતોની મતગણતરી, પરિણામો અંગે ઉત્કંઠા

02:16 PM Jun 25, 2025 IST | Bhumika
ગુજરાતભરમાં ગ્રામપંચાયતોની મતગણતરી  પરિણામો અંગે ઉત્કંઠા

રાજ્યમાં 239 સ્થળે 1080 હોલમાં મેરેથોન મતગણતરી, 13444 કર્મચારીઓ અને 14231 પોલીસ જવાનો કામે લાગ્યા

Advertisement

ગુજરાતની ગ્રામ પંચાયતો માટે 22 જૂને યોજાયેલી ચૂંટણીઓનું આજે પરિણામ છે. સવારથી 9 વાગ્યાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગુજરાતભરમાંષતગણતરીનો પ્રારંભ થતા ગ્રામ્ય વિસ્તારોમાં પરિણામો અંગે ભારે ઉત્કંઠા પ્રવર્તી રહી છે.

રાજ્યમાં કુલ 8326 ગ્રામપંચાયતોની ચૂંટણી થવાની હતી, જેમાંથી 4564 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી અને 3524 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી થઈ હતી. સામાન્ય ચૂંટણી હેઠળની 4564માંથી 751 ગ્રામ પંચાયતો સમરસ થઈ હતી. ત્યારબાદની 3541માંથી 272 ગ્રામ પંચાયતોમાં બેઠકો બિનહરીફ થવાના કારણે અથવા ઉમેદવારી ન નોંધાવાના બેઠકો ખાલી રહેવાથી ચૂંટણી થઇ નથી.

Advertisement

બીજી તરફ પેટા ચૂંટણી હેઠળની કુલ 3524 ગ્રામ પંચાયતો પૈકી બેઠકો બિનહરિફ થવાના કારણે અથવા ઉમેદવારી ન નોંધાવાના કારણે બેઠક ખાલી રહેલ હોય તેવી કુલ 3171 ગ્રામ પંચાયતો બાદ કરતાં 353 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઈ હતી. જ્યારે કડી અને વિસાવદર વિધાનસભા પેટાચૂંટણી હોવાથી કડી અને જોટાણા તાલુકાની ગ્રામ પંચાયતો, તેમજ વિસાવદર વિધાનસભાના ભેંસાણ, વિસાવદર, જૂનાગઢ ગ્રામ્ય તથા બગસરા તાલુકાઓમાં આવતી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ મોફૂક કરવામાં આવી છે.

કુલ 239 સ્થળોએ 1080 હોલમાં મતગણતરી હાથ ધરવામાં આવી છે. જેમાં 2771 ટેબલનો ઉપયોગ થશે. મતગણતરી પ્રક્રિયા માટે 13,444 કર્મચારીઓ અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે 14,231 પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, 3,431 વર્ગ-4 ના કર્મચારીઓ પણ ફરજ પર છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement