કાલાવડમાં પડેલા માવઠાથી કપાસ, મગફળી, ડુંગળીની જણસી ધોવાઈ
11:56 AM Oct 29, 2025 IST
|
admin
Advertisement
પશુનો ચારો પણ નષ્ટ થવાનો ભય
Advertisement
હવામાન વિભાગની આગાહી મુજબ કાલાવાડ શહેર અને તાલુકામાં માવઠાનો માર પડતા ખેડૂતોની હાલત કફોડી , વહેલી સવારથી જ વાદળિયું વાતાવરણ છવાયેલું હતું. બપોર બાદ અચાનક ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો.એક કલાકમા એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો. વરસાદી પાણી શહેરના મુખ્યમાર્ગો પર ફરી વળ્યાં.ખેડૂતોના ખેતરોમાં વરસાદ પડતા ખેડૂતોને મોમાં આવેલ કોળિયો ઝૂંટવાયો. ખેતરો માં ઊભેલ મગફળીના પાથરા, કપાસ , સોયાબીન , ડુંગળી , મગ , અડદ , તલ સહિતનો પાક ધોવાયો ખેડૂતોની ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો અને હજુ જો આ માવઠું ચાલુ રહેશે તો ખેડૂતોના હાથમાં કઈ નહી આવે અને પશુ ઓનો ચારો પણ નાશ પામી જશે.
Next Article
Advertisement