For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રૂપાલાના ‘માથા’થી ઓછું કાંઇ ન ખપે: રાજપૂતોની રાજહઠ

05:18 PM Mar 28, 2024 IST | Bhumika
રૂપાલાના ‘માથા’થી ઓછું કાંઇ ન ખપે  રાજપૂતોની રાજહઠ
  • ભાજપ ઉમેદવાર નહીં બદલે તો વિરુદ્ધમાં મતદાન કરવાની ચીમકી
  • પૂતળા દહન સહિતના કાર્યક્રમો અને રાજકોટમાં મહાસંમેલન યોજવાની જાહેરાત

રાજકોટમાં લોકસભાની ચૂંટણી સમયે જ ભાજપના ઉમેદવાર પરસોતમભાઇ રૂપાલાએ ચુંટણી પ્રચાર દરમિયાન ક્ષત્રીય સમાજ અંગે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ રૂપાલાએ માફી માંગી લેવા છતાં આ વિવાદ દિવસને દિવસે વધુ વકરી રહ્યો છે અને ક્ષત્રિય સમાજે રીતસર મોરચો ખોલી પરસોતમભાઇ રૂપાલાની ટિકીટ રદ કરવામાં નહીં આવે તો પુતળા દહન સહીતના ઉગ્ર આંદોલનાત્મક કાર્યક્રમો આપવાની અને રાજકોટમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજવાની જાહેરાત કરવામાં આવી છે.

Advertisement

આજે અમદાવાદ ગોતા રાજપૂત ભવન ખાતે ક્ષત્રિય સમાજની 70 જેટલી સંસ્થાઓના હોદેદારોની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ભાજપના રાજકોટના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ઉગ્ર આક્રોશ વ્યકત કરી નિર્ણાયક લડાઇ છેડવાનો હુંકાર કરવામાં આવ્યો હતો.આ બેઠકમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, ક્ષત્રિય સમાજને પક્ષ સામે નહીં પરંતુ વ્યક્તિ સામે વાંધો છે. કોઇપણ સંજોગોમાં રૂપાલા જોઇએ નહીં, જો રૂપાલાને બદલવામાં નહીં આવે તો ક્ષત્રિય સમાજ ભાજપ વિરૂધ્ધ મતદાન કરશે.

ભાજપના ઉમેદવાર સામેની આ લડતમાં કારડીયા, કાઠી રાજપુત સહીતના અન્ય સમાજોને પણ સાથ આપવા જાગૃત કરવાનો નિર્ણય બેઠકમાં લેવાયો હતો.આ ઉપરાંત જયાં સુધી રૂપાલા અંગેનો વિવાદ ચાલી રહ્યો છે ત્યાં સુધી રાજપુત સમાજના કાર્યક્રમોમાં અન્ય કોઇ સમાજના કોઇપણ વ્યકિતને સાફો અને તલવાર ભેટમાં નહીં આપવા પણ નિર્ણય લેવાયેલ છે.આ બેઠકમાં રૂપાલા સામેની લડત માટે રાજપુત કરણી સેનાના અધ્યક્ષ વિરભદ્રસિંહ જાડેજાને ક્ધવીનર બનાવવામાં આવ્યા છે. જયારે કાયદાકીય પ્રક્રિયા માટે અશોકસિંહ ઝાલાને જવાબદારી સોંપવામાં આવી છે. લડત કમીટી જાહેર કરે તે મુજબ ગુજરાતભરમાં પુતળા દહન સહીતના કાર્યક્રમો આપવામાં આવશે. રાજકોટમાં મહાસંમેલન પણ બોલાવવાની જાહેરાત કરાઇ છે. જો કે, તેની તારીખ હજુ નક્કી કરાઇ નથી.

Advertisement

વીરભદ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રૂૂપાલાની ટિકીટ રદ થવી જોઈએ. રૂૂપાલા એકમાત્ર ટાર્ગેટ છે. બીજા કોઈ ઉમેદવારને ટિકિટ આપશે તો અમે તેની સાથે અમારી ઈજ્જત પર વાર છે. સમાજ માફ નહીં કરે, અમે 26 બેઠકોમાં ક્ષત્રિય સમાજને ટિકિટની માગ મૂકી હતી. સમાજ કરતા રૂૂપાલા વ્હાલા હોય તો પરિણામ ભોગવવા તૈયાર રહેજો. હાલ રાજકોટ સીટ પૂરતી જ વાત છે. આ બેઠકમાં 90 સંસ્થાના આગેવાનો હાજર છે. માફ કરવામાં નહીં આવે. ટૂંક સમયમાં રાજકોટમાં મહાસંમેલન યોજાશે.

ક્ષત્રિય સમાજના આગેવાન વાસુદેવસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, રૂૂપાલાના પૂતળાંનું દહન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સમાધાન માન્ય નથી, સમાજ અને આગેવાનો જે કરશે તે મુદ્દો ઉઠાવી ટિકિટ રદ થાય તેવા પ્રયાસો કરીશું. પક્ષ સામે વાંધો નથી, વ્યક્તિ સામે વાંધો છે. રૂૂપાલાનો જ વિરોધ છે, તેમના વિરોધમાં મતદાન કરાશે. ક્ષત્રિયો તેમની તાકાત બતાવશે. સમગ્ર ગુજરાતમાં 17 ટકા જેટલું ક્ષત્રિય સમાજનું મતદાન છે. રૂૂપાલાને ઉમેદવાર રાખશો તો પરિણામ બદલવાની અમારી તાકાત છે.

બીજી તરફ રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ ક્ષત્રીય સમાજ વિશે કરેલી ટીપણીનો રાજયભરમાં વિરોધ થઇ રહ્યો છે ત્યારે જામનગર રાજપુત સમાજ ખાતે પણ ક્ષત્રીઓનું સંમેલન મળ્યું હતું જેમાં પરસોતમ રૂપાલા સામે ભારે વિરોધ દર્શાવી ભાજપના ઉમેદવાર પદેથી હટાવવા માંગણી કરી છે.

એક-બે દિવસમાં સમાધાન થઈ જશે: સી.આર.પાટીલ
ક્ષત્રિય સમાજ પર વિવાદા સ્પદ ટિપ્પણીના પગલે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો ક્ષત્રિય સમાજ દ્વારા ભારે વિરોધ થઈ રહ્યો છે ત્યારે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે રાજકોટમાં નિવેદન આપતા જણાવ્યું હતું કે, પરસોત્તમ રૂપાલાએ માફી માંગી લીધી છે અને આ મુદ્દે અમારી ક્ષત્રિય અગ્રણી સાથે વાતચીત ચાલી રહી છે અને એક-બે દિવસમાં જ આ મુદ્દે સુખદ સમાધાન થઈ જશે

Advertisement
Tags :
Advertisement
Advertisement