ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પીપરટોડા ગામમાં રોડના કામમાં ભ્રષ્ટાચાર, ગ્રામજનોના આક્ષેપ

12:20 PM Feb 04, 2025 IST | Bhumika
Advertisement

જામનગર તાલુકાના પીપરટોડા ગામમાં હાથ ધરાયેલા રોડ કામમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનો ગંભીર આરોપ ગ્રામજનોએ લગાવ્યો છે. ગ્રામજનોએ આ અંગે જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, આ કામ માતંગ એન્જિનિયરિંગ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહ્યું છે અને આ કોન્ટ્રાક્ટર માલ-મટીરીયલમાં ગોલમાલ કરીને ભ્રષ્ટાચાર કરી રહ્યો છે.

Advertisement

જેમાં કાર્યપાલક ઈજનેર અને નાયબ કાર્યપાલક ઈજનેર સહિતનો સ્ટાફ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગ્રામજનોએ જણાવ્યું કે, આ બાબતે પૂર્વ ઉપપ્રમુખ અને પૂર્વ સરપંચ કૃષ્ણદેવસિંહ ચુડાસમાએ જિલ્લા કલેક્ટર અને ડિસ્ટ્રિક્ટ ડેવલોપમેન્ટ -ડીડીઓ. ઓફિસરને પણ લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી. પરંતુ આ બાબતે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. ગ્રામજનોનું કહેવું છે કે, કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલ કામગીરી લોટ પાણી જેવી છે અને કાર્યપાલક ઈજનેર અને નાયબ કાર્યપાલક ઈજનેરની મીઠી નજર તળે આ કામગીરી ચાલી રહી છે.

જીલ્લા વિકાસ અધિકારીને આપેલ આવેદન પત્રમાં જણાવ્યું છે કે, લાલપુર તાલુકાના પીપરટોડા ગામથી હરીપર સુધીમાં ડામર રોડનું કામ ચાલી રહયુ છે, જે કામ માતંગ એન્જિનીયરીંગને આપવામાં આવેલ છે.આ માતન એન્જિનીયરીંગના કોન્ટ્રાક્ટર દ્વારા માલ-મટીરીયલમાં ઘાલમેલ કરીને ભ્રષ્ટાચાર કરી રહેલ છે. જેમાં કાર્યપાલક ઈજનેર નાયબ કાર્યપાલક ઈજનેર સહીતનો સ્ટાફ પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે જોડાયેલ છે.

આ બાબતે લાલપુર તાલુકાના પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ, પૂર્વ સરપંચ કૃષ્ણદેવસિંહ ચુડાસમાએ જીલ્લા કલેક્ટર, ડો.ડી.ઓ સહીત ઉચ્ચ કક્ષાએ લેખોત મૈાખીક રજુઆતો કરી હોવા છતા જવાબદાર અધિકારીઓ કે પેટા કોન્ટ્રાક્ટર પર કોઈ પણ જાતના પગલા આજ દીવસ સુધી લેવામાં આવ્યા નચો. તેથી ના છુટકે અમારે ગ્રામજનોએ આ આવેઠનપત્ર પાઠવવાની ફરજ પડેલ છે. માતંગ એન્જીનીયરીંગ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલ કામગરી લોટ પાણીને લાકડા જેવો જ છે. કાર્યપાલક ઈજનેર, નાયબ કાર્યપાલક ઇજનેર તેમજ પંચાયત કચેરીની મીઠી નજર તળે કામગરી ચાલી રહી છે. સરકાર દ્વારા હરીપર, તથા પીપરટોડાને જોડનો માર્ગ ડામર રોડ મજબુત અને સારો થાય તે માટે કરોડો રૂૂપિયા ખર્ચો કરી રહી છે. પરંતુ સરકારશ્રીની મહેનત ભ્રષ્ટાચારના વહેણમાં તણાઇ રહી છે.વિશેષમાં પૌપરટોડા ગામમમાં કોન્ટ્રાક્ટર દ્વારા ચાલી રહેલા સીસી રોડના કામમાં માલ-મટીરીયલમાં કોઈ પણ જાતની ગુણવતા વીના આડેઘડ ખોદકામ કરી નાખવામાં આવેલ છે. જે કાર્યપાલક ઈજનેર, નાયબ કાર્યપાલક ઈજનેરની મોઠો નજર હેઠળ ચાલી રૂૂપિયાનો ગેરવહીવટ કરી રયા છે.

વધુમાં જણાવવાનું કે, આ કામના અંઠાજ પત્રની નકલ ટોટલ મેજરમેન્ટ સૌટ સાથે અમોને આપવા વિનંતી. દિન-5 માં જોલ્લા વિકાસ અધિકારી દ્વારા કડકમાં કડક કાર્યવાહીક ગંભીરતાપૂર્વક પગલા લેવામાં આવે તેવી અમો ગ્રામજનોની રજુઆત છે.સરકાર દ્વારા હરીપર અને પીપરટોડાને જોડતો માર્ગ ડામર રોડ બનાવવા માટે કરોડો રૂૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે. પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા ગુણવત્તાહીન કામ કરવામાં આવતા સરકારના કરોડો રૂૂપિયાનો બગાડ થઈ રહ્યો છે. ગ્રામજનોએ આ મામલે તંત્રને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Tags :
gujaratgujarat newsJAMANAGARjamangar news
Advertisement
Next Article
Advertisement