ધોરાજીમાં ભાંગેલા રસ્તાઓ પર થીગડા મારવામાં ભ્રષ્ટાચાર
ધોરાજી નગરપાલિકામાં સને. 2017 થી 2022 સુધી કોંગ્રેસ પક્ષનું શાસન હતું તે દરમ્યાન ધોરાજી શહેરના તમામ રોડ રસ્તાઓ ડામર તથા સિમેન્ટ રોડથી મઢવામાં આવેલ હતા. તેમાં મોટા ભાગના રસ્તાઓ ગેરંટી પીરીયડમાં છે. આમ છતાં હાલમાં ભા.જ.પ શાસિત નગરપાલિકા દ્વારા રૂૂ.19.75 લાખના ખર્ચે મોરમ (ટાસ) નાખવામાં આવેલ છે. ભષ્ટાચાર કરવાના હેતુથી ખોટા બીલો બનાવી આગામી જનરલ બોર્ડમાં મંજુર કરવા માટે ઠરાવ લાવવામાં આવેલ છે.
જેનો કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા સદસ્યો દ્વારા વિરોધ કરવામાં આવશે. ધોરાજી નગરપાલિકા દ્વારા જે મોરમ (ટાસ) 3022 ટન નાખવામાં આવી હોવાનું દર્શાવેલ છે. એક ટન નાં ભાવ રૂૂ. 653 લેખે બીલ મુકવામાં આવ્યું છે. જેની સામે સ્લેબ ભરવાની કાંકરી પહોચનો ભાવ રૂૂ. 450 છે. તો શું કાંકરી કરતા મોરામનો ભાવ વધારે? તેજ દર્શાવે છે કે ભષ્ટાચાર થયેલ છે. જે વિસ્તારમાં મોરમ નાખ્યા અંગેનું સ્થળ દર્શાવેલ છે તે સ્થળે મોરમ નાખવામાં આવેલ નથી. જેના માટે અમોએ ધોરાજી પોલીસ સ્ટેશનમાંથી સી.સી.ટી.વી ફૂટેજની સીડી માંગેલ છે. તેમજ દરેક વિસ્તારમાં લોકો પાસેથી માહિતી મેળવી થયેલ ભષ્ટાચાર ઉજાગર કરવાનું કામ કોંગ્રેસ પક્ષ કરશે.આટલાથી પણ હાલના શાસકો સંતોષ માનતા નથી. 2012-13 માં જે મોરમનાં ખોટા બીલો બનાવી આશરે 25 લાખની મોરમ નાખવામાં આવેલ હતી. જેના બીલો 2012 થી 2017 સુશી ભા.જ.5 નું શાસન હોવા છતાં ચુકવેલ ન હતું તેમજ પ્રાદેશિક કમિશ્નર દ્વારા પણ આ બીલ ન ચુકવવા જણાવેલ હતું. ત્યારબાદ કોંગ્રેસ પક્ષ દ્વારા પણ આ બીલ ન ચુકવવું તેવો નીર્ણય કરવામાં આવેલ હતો.
તેમજ 2 વર્ષના વહીવટદાર શાસનમાં પણ આ બીલ ચુકવવામાં આવેલ નથી છતાં પણ નગરપાલિકા પ્રમુખ દ્વારા આગામી જનરલ બોર્ડમાં ઠરાવ લાવી બીલ ચુકવી ભષ્ટાચાર કરવાનો મલીન ઈરાદો હોય. જેનો પણ કોંગ્રેસ પક્ષ વિરોધ કરશે. અને આમે કાનુની કાર્યવાહી પણ કરવામાં આવશે.હાલના શાસકો જાણે ભષ્ટાચાર કરવા અને પ્રજાના પૈસે મોજ મજા કરવા ચુંટાયા હોય એવું લાગી રહ્યું છે. ધોરાજી નગરપાલિકામાં પણ 3 ગાડી હોવા છતાં ઈનોવા કાર ઊંચા ભાડે રાખવામાં આવેલ અને કાર પણ પ્રાઇવેટ માલિકીની કાર હતી. ટેક્સી પાસીંગ ગાડી ભાડે રાખવામાં આવેલ ન હતી. અને પ્રજાના પૈસે હાલના શાસકો મોજ મજા કરી ભષ્ટાચાર કરી રહ્યા છે. તે પણ કોંગ્રેસ પક્ષ દ્વારા ઉજાગર કરી કાનુની કાર્યવાહી કરવામાં આવશે.