For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જસદણ પાસે ભાદર નદી પરના પુલમાં ભ્રષ્ટાચારના ગાબડાં

11:26 AM Jul 30, 2024 IST | Bhumika
જસદણ પાસે ભાદર નદી પરના પુલમાં ભ્રષ્ટાચારના ગાબડાં
Advertisement

જસદણના બાયપાસ રોડ પર આવેલ ભાદર નદીના પુલની હાલત અત્યંત ગંભીર હાલતમાં ફેરવાઈ ગઈ છે. આ પુલમાં ખાડાઓ પડી ગયા હોવાથી આ પુલ ગમે ત્યારે ગંભીર દુર્ઘટના સર્જી શકે છે. વરસાદના લીધે ધોવાયેલા આ પુલ પરથી દરરોજ હજારો વાહનોની અવરજવર રહે છે. છતાં તંત્ર ઘોરનિદ્રામાં પોઢી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. 1998 માં બનેલા આ પુલનું થોડા મહિના પહેલા જ તંત્ર દ્વારા લાખો રૂૂપિયાના ખર્ચે પેચવર્ક કામ કરાયું હતું. જે વરસાદમાં ધોવાઈ જતા હાલ આ પુલના સળિયા દેખાવા લાગ્યા છે. છતાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને આ જર્જરિત પુલ દેખાતો જ નથી. ભૂતકાળમાં અનેક જગ્યાએ પુલ ધરાશાયી થયાની ઘટના બનેલી તે હજુ લોકો ભૂલ્યા નથી. આ પુલ બન્યો તેના પણ 20 વર્ષ કરતા વધુ વર્ષો થઈ ચુક્યા છે અને આ પુલ જસદણ-અમદાવાદ હાઈ-વે રોડને જોડતો મુખ્ય પુલ હોવાથી દરરોજ હજારો નાના-મોટા વાહનોની અવરજવર થયા કરે છે. છતાં આ જોખમી પુલ પરથી વાહન વ્યવહાર ચાલુ રાખી તંત્ર બીજી દુર્ઘટનાને જાણે કે નોતરું આપી રહ્યું હોય તેવા ઘાટ જોવા મળી રહ્યા છે.

આ પુલ ખુબ જૂનો હોવાથી જ્યારે પણ આ પુલમાં ગાબડાઓ પડે છે ત્યારે તંત્ર દ્વારા તેની યોગ્ય મરામત કરવાના બદલે માત્ર થિંગડા મારી ગાબડાઓ બુરી કામ કર્યાનો સંતોષ માની લેવામાં આવે છે. જેથી આ પુલ અકસ્માતે ધરાશાયી થાય અને જાનમાલની ખુવારી થાય તે પૂર્વે જવાબદાર તંત્રએ જાગવાની તાતી જરૂૂર છે. જો આ પુલ તુટશે તો મોટો ગોજારો અકસ્માત પણ સર્જાઈ શકે છે. ત્યારે અકસ્માતમાં કોઈનો જીવ જશે ત્યારે તંત્ર સહાય દેવા અને શ્રદ્ધાંજલિ પાઠવવા દોડશે તેના કરતા હજુ સમય છે.

Advertisement

જસદણના બાયપાસ રોડ પરનો ભાદર નદી ઉપરનો પુલ છેલ્લા ઘણા સમયથી અતિ જોખમી હાલતમાં ફેરવાઈ ગયો છે અને આ પુલ પરથી સરકારી બાબુઓ પણ સરકારી વાહનો લઈને પસાર થાય છે. છતાં તંત્રને આ બિસ્માર પુલની કફોડી હાલત દેખાતી નથી. હાલ આ પુલ પત્તાની માફક ધ્રુજી રહ્યો છે. છતાં જવાબદાર સરકારી બાબુઓ આંખ આડા કાન કરી રહ્યા હોવાથી વાહનચાલકોમાં અકસ્માતનો ભય વધ્યો છે. જો આ બિસ્માર પુલના લીધે કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તેના જવાબદાર કોણ? તેવા આ પુલ પરથી પસાર થતા વાહનચાલકોમાં સવાલો ઉઠી રહ્યા છે. જેથી જવાબદાર તંત્ર દ્વારા વાહનચાલકો માટે આ પુલ પરથી પસાર થવામાં સાવધ રહેવાનું બોર્ડ લગાડવું જરૂૂરી બને છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement