For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મગફળીની ખરીદીમાં ગુજકોમાસોલ દ્વારા ભ્રષ્ટાચાર : ભાજપના MLAનો ખળભળાટ

12:48 PM Jan 22, 2025 IST | Bhumika
મગફળીની ખરીદીમાં ગુજકોમાસોલ દ્વારા ભ્રષ્ટાચાર   ભાજપના mlaનો ખળભળાટ

ગુજકોમાસોલના ટોચના અધિકારી સુથાર થી લઇને નીચેના લેવલના ગ્રેડર સુધી તમામ દ્વારા ભયંકર ભ્રષ્ટાચારનો અરવિંદ લાડાણીનો ધડાકો

Advertisement

જુનાગઢ જિલ્લામા ટેકાના ભાવે મગફળીની થઇ રહેલ ખરીદીમા ગુજકોમાસોલમા ભ્રષ્ટાચાર-સગાવાદ અને કિન્નાખોરી દાખવવામા આવતા હોવાનો ભાજપના જ માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ આક્ષેપ કરતા ભારે ખળભળાટ મચી જવા પામેલ છે.

ગુજરાતમા ટેકાના ભાવે મગફળીની ખરીદીમા ભ્રષ્ટાચારની અનેક ફરિયાદો ઉઠી હતી ત્યારે હવે ભાજપના જ ધારાસભ્યએ ગુજકોમાસોલના ડિરેકટરો તથા અધિકારીઓના નામ જોગ ભ્રષ્ટાચાર તથા ગોલમાલના આક્ષેપ કર્યા છે તેમજ ગુજકોમાસોલના અધિકારીઓ અત્યંત તોછડા જવાબ આપતા હોવાનુ તથા ફોન ઉપાડતા પણ નહીં હોવાનુ જણાવેલ છે.

Advertisement

માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ વીડીયોમા જણાવ્યું છે કે મગફળી ખરીદી માટે માણાવદર તાલુકામા 6200 થી વધુ ખેડુતોએ ઓનલાઇન અરજી કરેલ. ત્યારબાદ જયારે સરકાર દ્વારા એજન્સીઓ નીમવામા આવી ત્યારે શરૂઆતમા બે મંડળીઓ દ્વારા ખરીદીને મંજુરી આપેલ. પછી અમો એ રજુઆત કરીને વધારાની બે મંડળી ચાલુ કરાવેલ. જયારે વધારાની બે મંડળીઓ મારફતે ખરીદી ચાલુ કરવાની થઇ ત્યારે આ મંડળીઓને 600 જેટલી અરજીઓનું મેપીંગ આપી ખરીદી ચાલુ થયેલ. આ મંડળીઓને આપેલ મેપીંગ પ્રમાણે ખરીદી પૂર્ણ થતા માણાવદર બાટવા સંઘમાંથી મેપીંગ કાપી 200-200 અરજી નવી ચાલુ કરેલ બે મંડળીઓને આપેલ.

બીજા નંબરની મંડળી છે જે ગુજકોમાસોલના ડિરેકટરના સગા-વ્હાલાની મંડળી હોય. આ ગુજકોમાસોલના ચેનલના તમામ અધિકારીઓ જીલ્લાથી માંડીને અમદાવાદ સુધીના તમામ કીન્નાખોરી રાખી ભયંકર ભ્રષ્ટાચાર કરે છે. આમાં અધિકારીઓમા સુથાર સાહેબથી માંડીને નીચેના લેવલના ગ્રેડર સુધીના ભ્રષ્ટાચાર કરે છે. નબળી મગફળી ખરીદવા માટેની લાગણી અને માંગણી કરે છે. આ ગુજકોમાસોલના નરેન્દ્રસિંહ પરમાર જયાં બેસે છે તે એટલા બધા તોછડા છે ફોન ઉપાડતા નથી અને એવું કહે છે કે રાઘવજીભાઇના પીએ, રાઘવજીભાઇ અને ધારાસભ્ય ખોટા ફોન કરે છે. અમે ગુજકોમાસોલ વાળા અમારું ધાર્યુ કરશું. અમે અમારી રીતે બારદાન સપ્લાય કરશું.

અમે સરકારને રજુઆત કરીએ છીએ કે ગુજકોમાસોલના અધિકારીઓ સામે સખત કાર્યવાહી કરે તેની તપાસ કરે. વિશેષમા જુનાગઢ જિલ્લાના ગુજકોમાસોલના ભરતભાઇ બારડ ભ્રષ્ટાચારમાં સામેલ છે. માણાવદર તાલુકામા કયારેય બારદાનની આખી ગાડી મોકલતા નથી. સરકારના ભાડા ચડાવીને 2000-3000 બારદાન જ મોકલે. કયારેય આખી ગાડી મોકલતા નથી. તેની સામે પણ તપાસ થવી જોઇએ. માણાવદરમા 2 નંબરની મંડળી બારદાન સ્ટોક છે ત્યાં કેમ ખરીદી નથી થતી તે પણ તપાસનો વિષય છે.

મગફળીની ખરીદી ખૂબ ધીમી ગતિએ, પેમેન્ટ પણ મોડું: કોંગ્રેસ
ગુજરાતમાં મગફળી ખરીદીમાં ધીમી ગતિના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે આક્ષેપ કર્યો છે કે સરકારનો ઈરાદો ખેડૂતોના બદલે વેપારીઓના હિતમાં છે. સરકારે નક્કી કરેલા સમયગાળામાં માત્ર 2.70 લાખ મેટ્રિક ટન મગફળી જ ખરીદવામાં આવી છે, જ્યારે કુલ 13 લાખ મેટ્રિક ટન ખરીદવાનું લક્ષ્ય હતું. પટેલે જણાવ્યું કે કેન્દ્ર સરકારે 13 લાખ ટન મગફળી ખરીદવાની મંજૂરી આપી છે, તો પછી ગોડાઉન, બારદાન, સુતળી જેવી જરૂૂરી વસ્તુઓની વ્યવસ્થા શા માટે કરવામાં આવી નથી? આ પદ્ધતિ મુજબ કામ ચાલુ રહેશે તો ખેડૂતોને પોતાના પાકની રકમ મેળવવામાં જે 30 દિવસમાં નાણા ચુકવણી કરવામાં આવે છે તેમાં 4 મહિના જેટલો સમય લાગશે. પટેલે રાજ્ય સરકારને અપીલ કરી છે કે તેઓ 13 લાખ મેટ્રિક ટન મગફળી ખરીદવા માટે જરૂૂરી તમામ વ્યવસ્થા કરે અને ખેડૂતોના હિતમાં ત્વરિત કાર્યવાહી કરવામા આવે.

ડાંગર ખરીદી કૌભાંડના આરોપી સાથે ધારાસભ્ય હાર્દિક પટેલનો ફોટો વાઇરલ
ડાંગર ખરીદી કૌભાંડનાં આરોપી સાથે વિરમગામનાં હાર્દિક પટેલનો ફોટો વાઇરલ થતાં ભારે વિવાદ સર્જાયો છે. આ મામલે કોંગ્રેસ નેતા મનહર પટેલે આકરા પ્રહાર કરી ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે સવાલ કરતા કહ્યું કે, શું ભાજપ સરકાર કૌભાંડીઓને છાવરે છે ? સરકાર અને પોલીસ ભ્રષ્ટાચારીઓને પકડવા માંગે છે કે કેમ ? શું સરકાર ભ્રષ્ટાચારીઓને ઈનામ આપવા માંગે છે?ડાંગર ખરીદી કૌભાંડનાં મુખ્ય આરોપી મંડલી સુફિયાન સાથેનાં વિરમગામના ખકઅ હાર્દિક પટેલનાં ફોટા વાઇરલ થતા ભારે વિવાદ સર્જાયો છે. ત્યારે કોંગ્રેસને પણ સત્તારૂૂઢ સરકાર પર પ્રહાર કરવાની તક મળી ગઈ છે. ડાંગર ખરીદી કૌભાંડનાં આરોપી મુક્તિ મંડલી સુફિયાનને ધારાસભ્ય હાર્દિક પટેલ કેક ખવડાવતો ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. આ અંગે હવે કોંગ્રેસ નેતા મનહર પટેલે આરોપ સાથે આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, ડાંગર ખરીદ કૌભાંડનાં આરોપીને એમએલએ કેક ખવડાવી રહ્યા છે. મનહર પટેલે સવાલ કર્યો કે શું બીજેપી સરકાર કૌભાંડીઓને છાવરે છે ?

Advertisement
Tags :
Advertisement
Advertisement