ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કોર્પોરેશનનું કરમુક્ત બજેટ જનરલ બોર્ડમાં મંજૂર

03:49 PM Feb 19, 2025 IST | Bhumika
Advertisement

સ્ટે. ચેરમેને બજેટ વાંચી સંભળાવ્યા બાદ અધ્યક્ષે મંજૂરીની મહોર મારી

Advertisement

ચેરમેન બાદ શાસક પક્ષના અન્ય સભ્યોએ બજેટના ગુણગાન ગાવામાં સમય બરબાદ કર્યો

મહાનગરપાલિકામાં વર્ષ 2025-26નું રૂા. 3118.07 કરોડનું બજેટ સ્ટેન્ડીંગમાં મંજુર થયા બાદ આજે જનરલ બોર્ડમાં રજૂ કરવામાં આવ્યુ ંહતું. સભાના પ્રારંભે સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકર દ્વારા બજેટની કમિશનર દ્વારા સુચવામાં આવેલ યોજનાઓ ઉપરાંત 20 નવી ઉમેરવામાં આવેલ યોજનાઓ અંગે માહિતગાર કરાવવામાં આવેલ ત્યાર બાદ સભ્યશ્રીઓ દ્વારા પોતપોતાના વિભાગના કામો અંગે બજેટમાં થયેલ જોગવાઈઓ મુદ્દે અભિનંદન પાઠવવામાં આવેલ બજેટ સ્પીચ દરમિયાન વિપક્ષ દ્વારા વચ્ચે બોલવાની કોશીસ કરવામાં આવેલ પરંતુ શાસકપક્ષના સભ્યોએ બજેટ કામગીરી પૂર્ણ થયા બાદ બોલવાનો મોકો મળસે તેમ જણાવતા આખીરમાં વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠિયાએ બજેટ પ્રજાલક્ષી નથી તેમ જણાવ્યું હતું. છતાં અધ્યક્ષ તરીકે બિરાજમાન મેયર દ્વારા બજેટની રૂપરેખા રજૂ કરી સર્વાનુમતે બજેટ મંજુર કરવામાં આવ્યું હતું.

જનરલ બોર્ડમાં વર્ષ 2025-26નું બજેટ રજૂ કરી સ્ટેન્ડીંગ ચેરમેને જણાવેલ કે, ભારતીય જનતા પાર્ટીના શાસનની વર્ષ 2021-26ની બીજી ટર્મ દરમ્યાન સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના નાણાંકીય વર્ષ 2025-26ના અંદાજપત્રનો પુરતો અભ્યાસ અને ગહન વિચાર વિમર્શને અંતે, શહેરીજનો પર એક પણ રૂૂપિયાનો વધારાનો કરબોજ નાખવાને બદલે, રાજકોટ મહાનગરપાલિકાના હાલના આવકના સ્ત્રોતોને વધુ મજબૂત કરવા, આવકના નવા સ્ત્રોતો ઊભા કરવા, મૂડી તથા મહેસૂલી ખર્ચમાં જરૂૂરી કાપ મૂકવો વિગેરે આયામો લક્ષમાં લઈ, મ્યુનિસિપલ કમિશનરે સુચવેલ કરબોજમાં વધારા તથા નવા કરબોજ અંગેની તમામ દરખાસ્તો સ્થાયી સમિતિ દ્વારા સર્વાનુમતે ‘નામંજુર કરી, રાજકોટની પ્રજાને કોઈપણ નવા કરબોજમાંથી મુક્તિ આપેલ છે.

સ્થાયી સમિતિ દ્વારા કમિશનરશ્રીએ રજુ કરેલ બજેટના કુલ કદમાં આશરે રૂૂ.6 કરોડનો વધારો કરી, રૂૂ.55.92 કરોડની 20 નવી યોજનાઓનો ઉમેરો કરવામાં આવેલ છે. જે માટે જુદા જુદા મહેસૂલી ખર્ચમાં કરકસરના ભાગરૂૂપે જરૂૂરી કાપ મુકી. કુલ રૂૂ.3118.07 કરોડનું બજેટ સર્વાનુમતે મંજુર કરેલ છે. રાજકોટ મ્યુનિસિપલ કોપોરેશનનું રૂૂ.3118.07 કરોડનું લોકોપયોગી અંદાજપત્ર સ્ટેન્ડીંગ કમિટી મારફત આજે જનરલ બોર્ડમાં રજુ કર્યું છે. ભારતીય જનતા પાર્ટીના સુશાસન, લોકો માટેની સુવિધાઓને વધુ વિકસિત કરવાની નેમ સાથે નવા નાણાંકીય વર્ષમાં મહાનગરને વધુ ને વધુ હરિયાળું, સ્વચ્છ, સુવિધાસભર અને બનાવી, ’લિવેબલીટી ઇન્ડેક્સ’ વધારવાનો સંકલ્પ આ બજેટમાં છે.

બજેટને રાજકીય મુદ્દો ન બનાવો : સ્ટે. ચેરમેન

મનપાના જનરલ બોર્ડમાં આજે બજેટ સ્પીચ દરમિયાન વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠિયાએ વચ્ચે ટકોર કરી જણાવેલ કે, યોજનાઓ મુકવામાં આવી રહી છે પરંતુ ક્યારેય પુર્ણ થતી નથી અમે પોઝેટીવ રહીશું અને ભગવાન તમને કામ કરવાની શક્તિ આપે તેવું જણાવી ભાજપ ઉપર પ્રહારો કરતા જયમીનભાઈ ઠાકરે જણાવેલ કે, 2005માં કોંગ્રેસે આખુ બજેટ વીખી નાખ્યું હતું. પ્રજાના લોકહીત માટે બજેટ બનાવવામાં આવ્યું હોય કે જેને રાજકીય મુદદ્દો ન બનાવો તમારા શાસનના અનેક મુદદ્દાઓ અમારી પાસે છે પરંતુ આ સમય આવા મુદ્દાઓ માટે નથી આથી ચુપ રહી વિકાસના કામોમાં સહકાર આપો તેમ જણાવી વિપક્ષી નેતાને આડેહાથ લીધા હતાં.

અભ્યાસ કર્યા વગર બોલો છો : વિનુભાઈ ધવા

જનરલ બોર્ડમાં વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠિયાએ આગલા વર્ષોમાં જોગવાઈ કરવામાં આવેલ અનેક પ્રોજેક્ટ તેમજ બ્રીજ સહિતના કામો આજે પણ શરૂ કરવામાં આવ્યા નથી આ પ્રકારના મોટા પ્રોજેક્ટો પડતા મુકી દેવામાં આવી રહ્યા છે તેવો આક્ષેપ કરતા પૂર્વ વિપક્ષી નેતા વિનુભાઈ ધવાએ જણાવેલ કે, તમે બજેટનો અભ્યાસ કર્યા વગર જનરલ બોર્ડમાં દોડી આવો છો અગાઉ મુકવામાં આવેલા તમામ પ્રોજેક્ટો ફક્ પેન્ડીેંગ રાખવામાં આવ્યા છે. રદ કરવામાં નથી આવ્યા આથી પ્રથમ બજેટનો અભ્યાસ કરો ત્યાર બાદ આક્ષેપો કરો તો સારુ લાગે તેમ જણાવી વિપક્ષી નેતાને ચુપ કરી દીધા હતાં.

કરબોજની તમામ દરખાસ્તો બોર્ડમાં રદ

જનરલ બોર્ડમાં સ્ટેન્ડીંગમાં રદ થયેલ દરખાસ્ત રજૂ કરવામાં આવેલ જે પૈકી આગામી નાણાકીય વર્ષ 2025-26 માટે પાણી દર નિયત કરવા અંગે મ્યુનિસિપલ કમિશનરશ્રીનો પત્ર નં. 445 તા. 21/01/2025 તથા તે પરત્વેનો સ્ટે.ક.ઠ નં 463 તા 11/02/2025 લક્ષમાં લઈ નિર્ણય લેવા બાબત, આગામી નાણાંકીય વર્ષ 2025-26 માટે ખુલ્લા પ્લોટ ઉપરનો ટેક્ષ નિયત કરવા અંગે મ્યુનિસિપલ કમિશનરશ્રીનો પત્ર નં 446 તા. 31/01/2025 તથા તે પરત્વેનો સ્ટે. 6.7.નં.464 તા. 11/02/2025 લક્ષમાં લઈ નિર્ણય લેવાબાબત (75) આગામી નાણાકીય વર્ષ 2025-26 માટે કોર ટુ ડોર ગાર્બેજ કલેકશન ચાર્જ નિયત કરવા અંગે મ્યુનિસિપલ કમિશનરશ્રીનો પત્ર નં 447 તા. 31/01/2025 તથા તે પરત્વેનો કસ્ટે.3.7 નં.465 તા.11/02/2025 લક્ષમાં લઈ નિર્ણય લેવા બાબત, આગામી નાણાકીય વર્ષ 2025-26 માટે વાહન કર નિયત કરવા અંગે મ્યુનિસિપલ કમિશનરશ્રીનો પત્ર નં 448 તા 31/01/2025 તથા તે પરત્વેનો સ્ટે કઠ નં 466 તા.11/02/2025 લક્ષમા લઇ નિર્ણય લેવા બાબત 07) આગામી નાણાંકીય વર્ષ 2025 26 માટે થિએટર ટેક્ષ નિયત કરવા અંગે મ્યુનિસિપલ કમિશનરશ્રીનો પત્ર નં.449, આગામી નાણાંકીય વર્ષ 2025 26 માટે એન્વાયરમેન્ટ ચાર્જ નિયત કરવા અંગે મ્યુનિસિપલ કમિશનરશ્રીનો પત્ર નં.452 તા.31/01/2025 તથા તે પરત્વેનો કસ્ટે 6.6. નં.470 તા. 11/02/2025 લક્ષમાં લઇ નિર્ણય લેવા બાબત, આગામી નાણાંકીય વર્ષ 2025-26 માટે ફાયર ટેક્સ(કર) નિયત કરવા અંગે મ્યુનિસિપલ કમિશનરશ્રીનો પત્ર નં.453 તા. 31/01/2025 તથા તે પરત્વેનો સરે ક ઠ ન 471 તા 11/02/2025 લક્ષમાં લઇ નિર્ણય લેવા બાબતની દરખાસ્ત રદ કરવામાં આવી હતી.

Tags :
General Boardgujaratgujarat newsrajkotrajkot newsRMC
Advertisement
Next Article
Advertisement