ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કોર્પોરેશનનું કાલે બજેટ: કદ વધવાની સંભાવના

05:44 PM Jan 30, 2025 IST | Bhumika
Advertisement

મહાનગરપાલિકાની વર્ષ 2025-26ને બજેટ આવતી કાલે રજૂ થનાર છે. ગત વર્ષની તુલનાએ નવા બજેટમાં કદમાં વધારો થવાની સંભાવના જોવાઈ રહી છે. ગત વર્ષે પાણીવેરા, ડોર ટુ ડોર ગારબેજ કલેક્શન અને ખુલ્લા પ્લોટના વેરામાં વધારો કરવામાં આવ્યો હતો. જેના લીધે આ વર્ષે ચૂંટણીઓને ધ્યાનમાં લઈ તેમજ ગત વર્ષે કરબોજ લાદેલ હોવાથી આ વખતનું બજેટ કરબોજ વગરનું અપાય તેવી સંભાવના જોવાઈ રહી છે.

Advertisement

મહાનગરપાલિકાનું વર્ષ 2025-26નું બજેટ મ્યુનિસિપલ કમિસનર દ્વારા આવતી કાલે રજૂ કરવામાં આવશે. સવારે 9 કલાકે કમિશનર દ્વારા બજેટ સ્ટેન્ડીંગ ચેરમેનને સુપ્રત કરાશે. ત્યાર બાદ એક સપ્તાહ બજેટનો અભ્યાસ સ્ટેન્ડીંગના સભ્યો દ્વારા કરવામાં આવશ.ે જેમાં કમિશનર દ્વારા સુચવવામાં આવેલા નવા પ્રોજેક્ટો તેમજ હાલના કાર્યરત પ્રોજેક્ટો અંગેની ચર્ચા કરી સંભવત નવા કરબોજ નાખવામાં આવ્યા હશે તો તેને મંજુર કરવા કે નહીં તે અંગેનો પણ નિર્ણય લેવામાં આવશે. સ્ટેન્ડીંગના સભ્યો દ્વારા સતત એક સપ્તાહ સુધી દરરોજ બજેટનો અભ્યાસ કરાશે ત્યાર બાદ જરૂરિયાત મુજબના સુધારા-વધારા કરી સ્ટેન્ડીંગના સભ્યો તેમજ શહેરીજનોની જરૂરિયાત હોય અને બજેટમાં જોગવાઈ ન થઈ હોય તેવા નવા પ્રોજેક્ટો અને તેના ખર્ચની જોગવાઈ સુચવવામાં આવશે. ત્યાર બાદ ફાઈનલ બજેટ તૈયાર કરી સ્ટેન્ડીંગ દ્વારા મંજુરી આપી બજેટ બોર્ડમાં રજૂ કરી મંજુર કરવામાં આવશે.

મહાનગરપાલિકાએ ગત વર્ષે 2817.81 કરોડનું બજેટ રજૂ કર્યુ હતું. જેમાં 500 મીટરથી મોટા પ્લોટના વેરામાં તોતીંગ વધારો તેમજ ડોર ટુ ડોર ગારબેજ કલેક્શન અને પાણીવેરામાં પણ વધારો કરી શહેરીજનો ઉપર કુલ રૂા. 17.77 કરોડનો કરબોજ વધારવાની જોગવાઈ કરવામાં આવેલ. જેમાં મહદઅંશે ઘટાડો કરી સ્ટેન્ડીંગ કમિટિ દ્વારા પાણીવેરો અને મિલ્કતવેરાનો તેમજ ગારબેજ કલેક્શનનો વધારો મંજુર કરી ફાઈલ બજેટ કદ વધારા સાથે મંજુર કર્યુ હતું. ગત વર્ષે પાણીબીલમાં 1500ના 1600, બીલ રહેણાકના 3000ના 3200 અને રહેણાકમાં 100 ટકા તેમજ કોમર્શીયલમાં 200 ટકાનો વધારો સુચવવામાં આવેલ જે માન્ય ન રાખી મામુલી વધારા સાથે બજેટને મંજુરી આપવામાં આવી હતી. ગત વર્ષે લાયન સફારી પાર્ક, એફએસઆઈ, બાગ-બગીચાઓ, સ્નાનાગાર, અને વ્યાજ સહિતની આવકમાં મહેસુલી આવકમાં આવરી લેવામાં આવી હતી. જ્યારે મોડી આવકમાં સૌની યોજનાની ગ્રાન્ટ તથા 15મું નાણાપંચ સહિતની ગ્રાન્ટ રૂા. 920.34 કરોડ આંકવામાં આવી હતી. તેમજ જમીનના વેચાણ અને મ્યુનિસિપલ બોન્ડ થકી આવક ઉભી કરવાનો પ્રયાસ કરવામાં આવે જે આ વખતે પણ જોગવાઈમાં સામેલ કરાશે. તેવું લાગી રહ્યું છે.

Tags :
guajrat newsgujaratrajkotrajkot corporationrajkot Corporation budgetrajkot news
Advertisement
Next Article
Advertisement