For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોર્પોરેશનના અધિકારીઓને મળશે 7મું પગાર પંચ , સ્ટેન્ડિંગમાં દરખાસ્ત

04:28 PM Aug 12, 2024 IST | Bhumika
કોર્પોરેશનના અધિકારીઓને મળશે 7મું પગાર પંચ   સ્ટેન્ડિંગમાં દરખાસ્ત
Advertisement

રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આવતી કાલે પ્રથમ વખત શહેરના ભાગોળે બનાવવામાં આવેલ સ્માર્ટ સીટી ખાતે અટલ સરોવરમાં મળનાર છે. ત્યારે આ બેઠકમાં મહાનગરપાલિકાના કર્મચારીઓની જન્માષ્ટમી સુધરે તેવી દરખાસ્ત મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવી છે. આવતી કાલે મળનાર સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં કમિશનર દ્વારા કુલ 57 જેટલી દરખાસ્તો મુકવામાં આવી છે. તે પૈકીની કેટલી દરખાસ્તો મંજુર થાય છે અને કેટલી પેન્ડીંગ રાખવામાં આવે છે તે તરફ સૌની મીટ મંડાયેલી છે.

આવતી કાલે મળનાર સ્ટેન્ડીંગ કમિટીની આ બેઠકમાં ત્રણ નંબરની દરખાસ્તમાં રાજકોટ મહાનગરપાલિકામાં સાતમા પગાર પંચ મુજબમાં લેવલ-9 (વર્ગ-2)માં ફરજ બજાવતા અધિકારી ઓને સળંગ નોકરીના 12 વર્ષ બાદ સાતમા પગાર પંચ મુજબના પગાર ધોરણના લેવલ-11 મુજબ સુધારણાનો લાભ આપવા દરખાસ્ત મુકવામાં આવી છે. આ ઉપરાંત શહેરમાં એફએસઆઈના વેચાણ માટે નવા નિતિનિયમો મંજુર કરવા પણ કમિશનર દ્વારા દરખાસ્ત રજૂ કરાયેલ છે.

Advertisement

સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરના અધ્યક્ષ સ્થાને મળનાર આ બેઠકમાં કુલ 57 દરખાસ્ત મુકવામાં આવી છે. તેમાં ભુગર્ભ ગટરની ફરિયાદોના નિકાલ માટે ખાનગી એજન્સીને કામ આપવાની દરખાસ્તનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. શહેરના વોર્ડ નં. 13માં પ્રાયોગીક ધોરણે ભુગર્ભ ગટર ફરિયાદોના નિકાલ માટે ખાનગી એજન્સીને કામ આપવામાં આવનાર છે. આ સિવાય મહદઅંશે પેવીંગ બ્લોક, કોમ્યુનિટી હોલ, આરોગ્ય કેન્દ્ર, ટીબી સેન્ટર જેવા વિકાસ કામો અંગેની દરખાસ્તોનો સમાવેશ થાય છે. રાજકોટ મહાનગરપાલિકામાં જુદા જુદા વોર્ડમાં આવેલ સ્માર્ટ સોસાયટીની ગ્રાન્ટમાં પણ વધારો કરવા તેમજ મહાનગરપાલિકાના સ્મશાનના સંચાલક માટે સામાજીક સંસ્થાઓને હાલમાં ચુકવાતી માસીક ગ્રાન્ટમાં પણ વધારો કરવા મ્યુનિસિપલ કમિશનર દ્વારા દરખાસ્ત રજૂ કરવામાં આવેલ છે.

શહેરના ગુલાબનગર સોસાયટીમાં આવેલ ગુલાબનગર કોમ્યુનિટી સેન્ટરનું સંચાલન રોટરી ક્લબ ઓફ રાજકોટ મીડ ટાઉનને દતક યોજના હેઠળ સોંપવા પણ દરખાસ્ત કરાઈ છે. તે સિવાય કાલાવડ રોડ ઉપર મામલતદાર કચેરી પાસે કમ્પાઉન્ડ હોલ બનાવવા, ગોંડલ ચોકડી પાસે મોડરર્નાઈઝ્ડ ટોયલેટની સુવિધા ઉભી કરવા નગરપ્રાથમિક શિક્ષણ ઓફિસમાં આવેલ હોલ તોડી પાડવા, અમૃત મિશન યોજના હેઠળ ઘંટેશ્ર્વર સંપથી ડીઆઈ પાઈપલાઈન તથા રિસ્ટોરેશન કામ શરૂ કરવા, વોર્ડ નં. 10, 11, અને 12માંં હાઈડ્રોલીકલી ઓપરેટેડ મીની ટીપર વાહનો ડોર ટુ ડોર ગારબેજ કલેક્શનના કામે કોન્ટ્રાક્ટરની મુદત વધારવા વિગેરે દરખાસ્તો રજૂ થયેલ છે.

ટીઆરપી અગ્નિકાંડમાં જેલમાં રહેલ સાગઠિયા અને ખેર સામે ફોજદારી કાર્યવાહીને મંજુરી અપાશે

ટીઆરપી ગેમઝોનમાં આરએમસીના 8 અધિકારીો હાલ જેલ હવાલે છે જેનાથી ક્લાસ-1 અધિકારી એમ.ડી. સાગઠિયા અને આઈ.વી. ખેર સામે ફોજદારી કામ ચલાવવા માટે આરએમસીની મંજુરીની જરૂર હોય આ બાબતે આવતીકાલે સ્ટેન્ડીંગ કમિટીમાં ઠરાવ કરીને મંજુરી આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઈમરજન્સી સર્વિસીઝ શાખાના તેમજ ટાઉન પ્લાનીંગ શાખામાં તત્કાલીન સમયની ફરજ દરમિયાન કુલ 08 અધિકારીઓ-કર્મચારીઓની ફરજ પ્રત્યે ગંભીર પ્રખારની ગેરજવાબદારી, બેદરકારી, શિથીલતા અને નિષ્કાળજી સબબ રાજકોટ તાલુકા પો.સ્ટે. ગુ.ર.નં. 112080532496થી ઈ.પી.કો. કલમ-304, 308, 337, 338, 36, 465, 466, 471, 474, 201, 120(બી), 114 અન્વયે અટક કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખાના વર્ગ-1ના અધિકારી મનસુખભાઈ ધનજીભાઈ સાગઠિયા, ટાઉન પ્લાનીંગ ઓફિસર તેમજ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ શાખાના વર્ગ-1ા અધિકારી ઈલેશકુમાર વાલાભાઈ ખેર, ચીફ ફાયર ઓફિસરને વંચાણે-2ના જનરલ બોર્ડના ઠરાવથી સસ્પેન્ડ કરવામાં આવેલ.

Advertisement
Tags :
Advertisement
Advertisement