For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોરોના રેપિડ ટેસ્ટ રજાના દિવસે પણ થઈ શકશે

05:29 PM Dec 23, 2023 IST | Bhumika
કોરોના રેપિડ ટેસ્ટ રજાના દિવસે પણ થઈ શકશે

કોરોનાએ ફરી પાછું માથુ ઉંચકયું છે ત્યારે કોરોનાની ગાઈડલાઈન મુજબ મહાનગર પાલિકાના આરોગ્ય કેન્દ્ર ખાતે બે દિવસ પહેલા રેપિડ ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે રજાના દિવસોમાં નાગરિકોને સુવિધા ઉપલબ્ધ થઈ શકે તે માટે જાહેરાત કરાયેલ 24 કલાક ખુલ્લા રહેતા આરોગ્ય કેન્દ્ર ખાતે સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

Advertisement

મનપાના આરોગ્ય કેન્દ્રમાંથી પ્રાપ્ત થયેલ વિગતો મુજબ કોરોનાના નવા વેરિયેન્ટ મુજબ સાવચેતીના ભાગરૂપે સરકારની ગાઈડલાઈન મુજબ શરદી-તાવ-ઉધરસના શંકાસ્પદ કેસમાં રેપિડ ટેસ્ટ કરવાની સુચના પણ આપવામાં આવી છે. આથી તમામ આરોગ્ય કેન્દ્રખાતે હાલ ટેસ્ટિંગ ચાલુ કરવામાં આવ્યા છે. કોરોનાના શંકાસ્પદ લક્ષણ જાણવા મળે તે આ દર્દીના બ્લડ સેમ્પલ જિનોમ ટેસ્ટીંગ માટે મોકલવામાં આવી રહ્યા છે. પરંતુ રજાઓ દરમિયાન લોકોને નિરંતર સુવિધા મળી શકે તે માટે મહાનગરપાલિકાના અમુક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોનાના રેપિડ ટેસ્ટીંગ કરી આપવામાં આવશે જે ડેનાઈટ ખુલા રહેતા આરોગ્ય કેન્દ્ર ખાતે જ કરી શકાશે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement