કોરોના વકર્યો!! રાજ્યમાં 461 એક્ટિવ કેસ, એક સપ્તાહમાં ચાર ગણો વધારો
રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં ગઈ કાલે (3 જૂન) નવા 108 કેસ નોંધાયા હતાં. આ સાથે એક્ટિવ કેસની સંખ્યા 461 પર પહોંચી છે. . જેમાં 20 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે 441 દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 43 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. એક સપ્તાહ અગાઉ અમદાવાદમાં 100 જેટલા એક્ટિવ કેસ હતા. રાજ્યમાં કોરોનાના કારણે એક દર્દીનું મોત નિપજ્યું છે. આમ સપ્તાહમાં ચાર ગણોથી વધુનો વધારો થયો છે.
રાજ્યમાં સૌથી વધુ કોરોના કેસો અમદાવાદમાં નોંધાઈ રહ્યા છે. શહેરમાં સક્રિય કોરોના ચેપગ્રસ્ત કેસોની સંખ્યા 300ને વટાવી ગઈ છે. જયારે રાજકોટમાં આજે 9 પોઝિટિવ કેસ નોધાયા છે. આ સાથે રાજકોટમાં એક્ટીવ કેસની સંખ્યા 61 પર પહોંચી છે.
સૌથી વધુ એક્ટિવ કેસને મામલે કેરળ 1416 સાથે મોખરે, મહારાષ્ટ્ર 494 સાથે બીજા, ગુજરાત ત્રીજા, દિલ્હી 393 સાથે ચોથા અને પશ્ચિમ બંગાળ 372 સાથે પાંચમાં સ્થાને છે. આ સ્થિતિએ દેશના 10 ટકા એક્ટિવ કેસ માત્ર ગુજરાતથી છે.