ગીર સોમનાથ જિલ્લામાં કોરોના બ્લાસ્ટ, 5 પોઝિટિવ કેસ
પોઝિટિવ દર્દીઓને હોમ આઇસોલેશન કરાયા
ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાના 5 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં વેરાવળમાં 2 કેસ અને તાલાલા, કોડીનાર તથા પ્રભાસ પાટણ સોમનાથમાં 1-1 કેસ સામે આવ્યા છે.
વેરાવળ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના આર.એમ.ઓ. પી.બી.નારીયાના જણાવ્યા મુજબ છેલ્લા એક સપ્તાહથી હોસ્પિટલમાં ટેસ્ટિંગ શરૂૂ કરવામાં આવ્યું છે. 17 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ જૂનાગઢ મોકલવામાં આવ્યા હતા. તમામ પોઝિટિવ દર્દીઓને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. જિલ્લા વડામથક વેરાવળની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં વેન્ટિલેટર સાથેના 50 બેડનો આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ છે. જિલ્લા તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. લક્ષણો જણાય તો તાત્કાલિક ટેસ્ટ કરાવવા અને તબીબી સલાહ લેવા સૂચના આપવામાં આવી છે. વૃદ્ધો, બાળકો અને ગંભીર બીમારીવાળા લોકોએ વિશેષ તકેદારી રાખવાની જરૂૂર છે. હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજન અને દવાઓની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. આરોગ્યકર્મીઓની ટીમ સતત કાર્યરત છે. રસીકરણ અભિયાનને વેગ આપવામાં આવી રહ્યો છે. લોકોને માસ્ક પહેરવા, હાથ ધોવા અને સામાજિક અંતર જાળવવા સૂચના આપવામાં આવી છે.