વાવડીમાં ભળતા નામે કેમિકલનું ઉત્પાદન કરતાં કારખાનેદાર સામે કોપીરાઈટનો ગુનો
શહેરની ભાગોળે આવેલા વાવડીમાં વડોદરાની કંપનીના ભળતા નામે કેમીકલનું ઉત્પાદન કરી વેચાણ થતું હોવાની બાતમીના આધારે વડોદરાની કંપનીએ તાલુકા પોલીસને સાથે રાખી વાવડીમાં દરોડો પાડતાં તેની કંપનીના ભળતા નામ અને લોગોનો ઉપયોગ કરી પેઈન્ટ પાવડર બનાવી વેચાણ થતું હોવાનું સામે આવતાં તાલુકા પોલીસે કારખાના માલીક મહિલા વિરૂધ્ધ કોપીરાઈટ એકટ હેઠળ ગુનો નોંધી રૂા.2.81 લાખનો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, અમદાવાદમાં મણીનગરમાં રહેતાં અને વડોદરાની ગ્લોબલ કેમીકલ એન્ડ મીનરલ્સ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતાં વિશાલસિંહ હિરાસિંહ જાડેજા (ઉ.વ.46) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે અલ્પાબેન પ્રકાશ ચાંગેલા (રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ શેરી નં.6, અમીન માર્ગ) નું નામ આપતાં તાલુકા પોલીસે કોપીરાઇટ એકટ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ વાવડીમાં આવેલી તિરૂપતિ બીલ્ડ કેમ નામના કારખાનામાં (ગ્લોબલ કેમીકલ એન્ડ મીનરલ્સ) નો બિનઅધિકૃત રીતે નામ છાપેલા કલાકૃતીવાળા પ્લાસ્ટીકના બેગમાં ગ્લોબટેક્ષ ટેક્ચર પેઇન્ટ્સ નામ વાળા પ્લાસ્ટીકના રેપરમાં ઉપરોકત ફેકટરી ખાતે બનાવવામાં આવતા ટેક્ષચર (પાવડર) નું વેચાણ કરી ગ્લોબલ કેમીકલ એન્ડ મીનરલ્સ કંપનીના કોપીરાઇટ હક્કોના ભંગ કરતાં હોવાની બાતમીના આધારે તેમણે તાલુકા પોલીસના સ્ટાફ સાથે વાવડીમાં આવેલા કારખાનામાં દરોડો પાડી તલાસી લેતાં ત્યાં પડેલ પ્લાસ્ટીકના બાચકા ઉપર જોતા GLOBAL TEXTURE PAINTS EXTERIOR INTERIOR કંપનીના પેકીંગ બેગને મળતુ હતું. કંપનીના કોપીરાઇટ રજીસ્ટ્રેશન અંગે પુછતા હાલ નહિ હોવાનુ જણાવેલ તેમજ જેથી આર્ટીસ્ટીક વર્કને લગત આબેહુબ કલાકૃતી કરી પોતાના ગ્લોબટેક્ષ ઇન્ટિરિયરના નામે પ્લાસ્ટીકની કોથળીઓ ઉપર છાપેલ મળી આવેલ હોય જે બાબતે કોપીરાઇટના હકકો મેળવેલ છે કે કેમ ? તે બાબતે પૂછપરછ કરતાં પોતાની પાસે નહી હોવાનું જણાવે છે. આ કારખાનાના માલીક અલ્પાબેન પ્રકાશભાઈ ચાંગેલા હોવાનું ખુલ્યું હતું. જેથી કારખાનામાં કલાકૃતી જેવા પ્લાસ્ટીકની બેગો તેમજ ટેક્ષચર ભરેલ પ્લાસ્ટીકના 25 કી.ગ્રામ ના કુલ નં.139 કુલ રૂૂ.2,12,670 અને ખાલી બેગ નં. 7600 રૂૂ.68,400 મળી તમામ રૂૂ.2.81 લાખનો મુદામાલ કબ્જે કરી ફેક્ટરીના માલીક અલ્પાબેન ચાંગેલા વિરુદ્ધ તાલુકા પોલીસે કોપીરાઈટ એકટ હેઠળ ગુનો નોંધી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
