કોર્પોરેશનમાં સંકલન સમિતિની બેઠક યોજાઇ
પોર્ટલ માધ્યમથી પ્રશ્ર્નો, રજૂઆતોનું સત્વરે નિરાકરણ કરાયું
રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની અધ્યક્ષતામાં રાજકોટ શહેરના ચૂંટાયેલા પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં તા.22-08-2025ના રોજ સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે રાજકોટ મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં સાંસદ સભ્ય રામભાઈ મોકરીયા, ધારાસભ્યો ડો.દર્શિતાબેન શાહ અને રમેશભાઈ ટીલાળા દ્વારા કરવામાં આવેલ ફરિયાદ/પ્રશ્નો/રજુઆતોનું સત્વરે નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીઓને મ્યુનિસિપલ કમિશનરે સુચના આપી હતી.
આ સંકલન બેઠકમાં સાંસદ સભ્ય રામભાઈ મોકરીયા દ્વારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, બાંધકામ શાખા, ગાર્ડન શાખા, ટાઉન પ્લાનિંગ શાખા લગત પ્રશ્નો/રજુઆતો રજુ કરવામાં આવેલ, જેમાં અધિકારીઓ દ્વારા તાત્કાલિક લગત જવાબ પોર્ટલમાં સબમિટ કરવામાં આવેલ.
ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ દ્વારા ટ્રાફિક સર્કલ, જળ સંચય, બાંધકામ શાખા, દબાણ હટાવ શાખા, આરોગ્ય શાખા, ગાર્ડન શાખા લગત પ્રશ્નો/રજુઆતો રજુ કરવામાં આવેલ, જેમાં અધિકારીઓ દ્વારા તાત્કાલિક લગત જવાબ પોર્ટલમાં સબમિટ કરવામાં આવેલ.
ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા દ્વારા બાંધકામ શાખા, ટાઉન પ્લાનિંગ શાખા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા લગત પ્રશ્નો/રજુઆતો રજુ કરવામાં આવેલ, જેમાં અધિકારીશ્રીઓ દ્વારા તાત્કાલિક લગત જવાબ પોર્ટલમાં સબમિટ કરવામાં આવેલ.
સાંસદ સભ્ય અને ધારાસભ્યશ્રીઓ દ્વારા રજુ કરવામાં આવેલ પ્રશ્નો/રજુઆતોનો સત્વરે યોગ્ય નિરાકરણ લાવવા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ સંબંધિત વિભાગોના અધિકારીઓને સૂચના આપી હતી.
મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની અધ્યક્ષતામાં યોજાયેલ સંકલન સમિતિની બેઠકમાં સાંસદ સભ્ય રામભાઈ મોકરીયા, ધારાસભ્યો રમેશભાઈ ટીલાળા, ડો.દર્શિતાબેન શાહ, નાયબ મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરવાની, ચેતન નંદાણી, હર્ષદ પટેલ તેમજ તમામ શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.