For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટમાં સોમવારે અમિત શાહની હાજરીમાં સહકારી ખેડૂત સંમેલન

01:39 PM Sep 20, 2025 IST | Bhumika
રાજકોટમાં સોમવારે અમિત શાહની હાજરીમાં સહકારી ખેડૂત સંમેલન

ડિસ્ટ્રિકટ બેંક, રાજકોટ ડેરી સહિતની સાત સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં જયેશ રાદડિયા કરશે શક્તિ પ્રદર્શન

Advertisement

રાજકોટમા આગામી સોમવાર તા. 22 ના રોજ રાજકોટ જિલ્લા સહકારી બેંક સહિત સાત સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા પ્રસંગે કેન્દ્રીય સહકારીતા મંત્રી અમિત શાહની હાજરીમા ખેડૂત સંમેલન યોજાનાર હોય , આ સંમેલન દ્વારા યુવા સહકારી નેતા જયેશ રાદડીયા શકિત પ્રદર્શન કરનાર છે.

આ શકિત પ્રદર્શન સાથે શહેરના રેસકોર્ષ મેદાનમાં અમિત શાહની જાહેર સભા યોજાનાર હોય, તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જિલ્લાના દરેક ગામમાંથી ખેડૂતો હાજર રહે તે માટે આયોજન કરાયુ છે.

Advertisement

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આગામી 22મી સપ્ટેમ્બરના રોજ રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાનાર રાજકોટ જિલ્લા સહકારી બેંકની વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત રહેશે. બેંકના ચેરમેન જયેશ રાદડિયાએ કાર્યક્રમ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, દર વર્ષે જામકંડોરણામાં યોજાતી આ સભા આ વખતે પ્રથમ વખત રાજકોટ શહેરમાં યોજાઈ રહી છે.

કાર્યક્રમની શરૂૂઆત રાજકોટ જિલ્લા સહકારી બેંકની હેડ ઓફિસ ખાતેથી થશે. અહીં સહકારી ક્ષેત્રનો પાયો નાખનાર બે મહાપુરુષો, સરદાર વલ્લભભાઈ પટેલ અને વિઠ્ઠલ રાદડિયાની પ્રતિમાનું અનાવરણ અમિત શાહના હસ્તે કરવામાં આવશે. ત્યારબાદ રેસકોર્સ મેદાનમાં ખેડૂત સંમેલન અને વાર્ષિક સાધારણ સભા યોજાશે.જેમાં ખેડૂતો અને મંડળીના લાભ માટે એનક મોટી જાહેરાતો કરવામાં આવશે.

અમિત શાહના અધ્યક્ષ સ્થાને યોજાનારા આ સહકારી સંમેલનમાં સાંસદો, ધારાસભ્યો અને સહકારી ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. રાજકોટ અને મોરબી જિલ્લાની સહકારી સેવા મંડળીઓ, દૂધ મંડળીઓ, અને તેની સાથે જોડાયેલા ખેડૂતો અને પશુપાલકો આ કાર્યક્રમમાં ભાગ લેશે. ચેરમેન જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લા સહકારી બેંક ભારતની ટોચની સહકારી બેંકોમાં સ્થાન ધરાવે છે. આ કાર્યક્રમમાં ખેડૂતો અને મંડળીના લાભ માટે મહત્વની જાહેરાતો કરવામાં આવશે.

ગુજરાત ભાજપમાં સંભવિત સંગઠનાત્મક અને સરકારી ફેરફારોની ચર્ચાઓ વચ્ચે અમિત શાહની હાજરીમાં યોજાઈ રહેલું આ સંમેલન યુવા ધારાસભ્ય અને સહકારી નેતા જયેશ રાદડિયાના શક્તિ પ્રદર્શન તરીકે પણ જોવામાં આવી રહ્યું છે. માત્ર ગુજરાત જ નઈ પરંતુ દિલ્હી સુધી પણ પડઘા પડે તેવી શક્યતા જોવાઈ રહી છે. કારણ કે આ સંમેલનમાં ખેડૂતો માટે તેમજ સભાસદો માટે મોટી જાહેરાતો તો કરવામાં આવશે જ પણ સાથે જ શક્તિ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં ખેડૂતો સ્વયંભુ જોડાશે

Advertisement
Tags :
Advertisement
Advertisement