સૌ.યુનિ.નો પદવીદાન સમારોહ સંપન્ન, 126 છાત્રોને સુવર્ણ પદક એનાયત
માતા-પિતાના સ્વપ્નાઓ પૂર્ણ કરો એ જ સાચું જ્ઞાન મેળવ્યું ગણાશે: પ્રફુલભાઇ પાનશેરિયા
42677 વિદ્યાર્થીઓને ડિગ્રી પ્રમાણપત્ર અર્પણ કરાયા, જામનગરની મેડિકલ કોલેજની વિદ્યાર્થિનીઓએ જીત્યા સૌથી વધુ ગોલ્ડ મેડલ, 221 પ્રાઇઝ આપી સન્માન
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 59મો પદવીદાન સમારંભ રાજયના શિક્ષણમંત્રી (રાજયકક્ષા) પ્રફુલભાઈ પાનશેરીયા, (ડો.) સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી, ઈસરોસેકના ડાયરેક્ટ નિલેષભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિસરમાં કાનજી ભુટ્ટા બારોટ રંગમંચ ખાતે યોજાએલ હતો. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 14 વિદ્યાશાખાના 42677 દિક્ષાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવેલ હતી.
ઈસરોસેકના ડાયરેકટર નિલેષભાઈ દેસાઈએ આ તકે જણાવ્યું હતું કે, શિક્ષણ હંમેશા માતૃભાષામાં જ લેવું જોઈએ. હિન્દી અને અંગ્રેજી ભાષાની જાણકારી મેળવવી એ આવશયક છે. જે વિધાર્થીઓએ આજે સુવર્ણચંદ્રકો અને પદવીઓ પ્રાપ્ત કરી છે એ સૌને હું મારી શુભેચ્છાઓ પાઠવું છું. ડીગ્રી મળવી એ આપની શરૂૂઆત છે. આજે તમારો સુવર્ણ દિવસ છે. આજની પેઢી એ ખુબ નસીબદાર છે. આજે સંશાધનો અને વ્યવસ્થા સારી રીતે ઉપલબ્ધ છે. તમે આ દેશનું ભવિષ્ય છો.
આ પદવીદાન સમારોહમાં કુલ 14 વિદ્યાશાખાના 111 વિદ્યાર્થીઓને કુલ 126 ગોલ્ડમેડલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા દાતાઓ તરફથી આવેલ દાનના વ્યાજની રકમમાંથી કુલ 221 પ્રાઈઝ એનાયત કરવામાં આવ્યા.
પરમ પૂજય (ડો.) સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજીએ 59 મા પદવીદાન સમારોહમાં આશિર્વાદ પાઠવતા જણાવ્યું હતુ કે, હવે શિક્ષણની વ્યવસ્થાઓ પણ બદલાઈ છે. હવે તમારા જીવનની નવી શરૂૂઆત છે. ભારતીય શિક્ષણ વ્યવસ્થાઓ આદી અનાદી કાળથી વૈશ્વિક ધરોહર ધરાવે છે. આપ જે ભણ્યા હોય તે વિષયમાં તજજ્ઞ બનો તો તમે સર્વોચ્ચ પદ પ્રાપ્ત કરી શકશો. તમારા વિષયને પ્રેમ કરો, તમે ખૂબ આગળ વધી શકશો. આજની સદી એ જ્ઞાનની સદી છે. ડીગ્રી માટે માત્ર અભ્યાસ ન કરો. વ્યવસાય પૈસા માટે ન કરો, વ્યવસાઈ જ્ઞાન માટે કરી.
શિક્ષણમંત્રી (રાજયકક્ષા) પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું હતું કે આજે આપ આ યુનિવર્સિટીમાંથી જ્ઞાનનું ભવ્ય ભાથું લઈને સમાજ જીવનમાં નવી શરૂૂઆત કરી રહ્યા છો ત્યારે આપની આ સિધ્ધિ સમાજ, રાજય અને રાષ્ટ્રના નિર્માણ માટે આપના પ્રયાસો અને પ્રમાણિકતા ખૂબ આવશ્યક છે. તમે તમારા માતા પિતાએ સેવેલા સ્વપ્નોને પૂર્ણ કરો એ જ સાચી સેવા ગણાશે.
વિદ્યાર્થીઓને શૈક્ષણિક સુવિધાઓ સાંપડે અને વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ન રહે એ માટે રાજય સરકાર સતત ચિંતા કરે છે અને વિવિધ યોજનાઓ દ્વારા સહાય પણ પુરી પાડે છે. વિદ્યાર્થીઓને પર્યાપ્ત માત્રામાં માળખાકિય સુવિધાઓ મળી રહે અને ઉત્તમ અઘ્યાપકો દ્વારા ગુણવતાયુકત શિક્ષણ મળતું રહે એ માટેના રાજય સરકારના સંનિષ્ઠ પ્રયાસો છે. તમારુ ધ્યેય, સંઘર્ષ કરવાની શકિત અને જીવનના મુલ્યો સાથે આ પદવીને તમે ગૌરવ અપાવશો.
કુલપતિ પ્રોફે. (ડો.) ઉત્પલભાઈ જોશીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જજઈંઙ, વિવિધ કોન્ફરન્સ/સેમીનારનું આયોજન, જજઈંઙ ના માધ્યમથી વિવિધ આઈ.પી. તથા ઈનોવેશનને લગતી ટ્રેઈનીંગ તથા સેમીનારોનું આયોજન, નવા એકટ-સ્ટેચ્યુટસનો અસરકારક રીતે અમલ, ભારતીય જ્ઞાન પરંપરાનો સીલેબસમાં અમલ, એકેડેમિક બેંક ઓફ ક્રેડિટનું અમલીકરણ, ટ્રાફીક અવેરનેસ - સાઈબર સિક્યુરીટી, એઈમ્સ જેવી અનેક સંસ્થાઓ સાથે એમ.ઓ.યુ. જેવા અનેક પ્રકલ્પો હાથ ધર્યા છે.
સાથે સાથે રમત-ગમત ક્ષેત્રમાં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ઇન્ટર યુનિવર્સિટી તથા રાષ્ટ્રીયકક્ષાએ વિવિધ રમતોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ઈન્કયુબેશન સેન્ટર સમગ્ર ગુજરાત રાજયમાં અગ્રેસર છે. સેન્ટર દ્વારા 130 થી વધુ સ્ટાર્ટઅપને ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે અને 56 થી વધુ આઈ.પી. મંજુર કર્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધ્યાપકો અને સંશોધનકર્તા વિદ્યાર્થીઓદ્વારા 43 પેટન્ટ માટે એપ્લાઈ કરવામાં આવેલ છે જેમાંથી 08 પેટન્ટ, 04 ડીઝાઈન અને 02 ટ્રેડ માર્ક રજીસ્ટર્ડ થયેલ છે. મને કહેતા સવિશેષ આનંદ થાય છે કે ઙખ-ઞજઇંઅ પ્રકલ્પ અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને રૂૂા. 100 કરોડની ગ્રાન્ટ કેન્દ સરકારશ્રી દ્વારા મળેલ છે.
જેમાં જામનગરની એમ.પી. શાહ મેડીકલ કોલેજની વિધાર્થીની રામચંદાણી તારીકાને એમ.બી.બી.એસ. માં સૌથી વધુ 04 (ચાર) ગોલ્ડમેડલ અને 03 (ત્રણ) પ્રાઈઝ, જામનગરની એમ.પી. શાહ મેડીકલ કોલેજની વિદ્યાર્થી ગાંધી ઝોહરને એમ.બી.બી.એસ. માં 03 (ત્રણ) ગોલ્ડમેડલ અને 07 (સાત) પ્રાઈઝ, શ્રીમતી પ્રભાબેન પટેલ કોલેજ, મોરબીની વિદ્યાર્થીની વ્યાસ દેવાંગીનેને એલ.એલ.બી. માં 03 (ત્રણ) ગોલ્ડ મેડલ અને 06 (છ) પ્રાઈઝ, મોંઘીબા મહિલા આર્ટસ કોલેજ, અમરેલીની વિદ્યાર્થીની ડાભી ભૂમિકાબેનને બી.એ. ગુજરાતીમાં 03 (ત્રણ) ગોલ્ડમેડલ તથા 02 (બે) પ્રાઈઝ એનાયત કરવામાં આવ્યા.
આ પદવીદાન સમારોહમાં રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય કક્ષાની રમતોમાં વિજેતા થયેલ તથા મેડલ પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ટ્રોફી અર્પણ કરી સન્માન કરવામાં આવેલ હતું.
હું મેયર સાથે વાત કરી લઇશ મારા ધ્યાન પર વાત આવી નહી
પદવીદાન સમારોહમાં યુનિવર્સિટીના કુલાધીપતીની હાજરીમાં કાર્યક્રમ યોજાનાર હોય અગાઉથી જ બેઠક વ્યવસ્થા ગાંધીનગર મોકલવાની હોય જેથી એ મુજબ વ્યવસ્થા કરાઇ હતી. ઉપરાંત મેયર કાર્યક્રમ છોડી જતા રહ્યાની વાત મારા ધ્યાને મોડી આવી હતી. હું મેયર સાથે વાતચીત કરી લઇશ.
ડો.ઉત્પલ જોશી, કુલપતિ (સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ)