જૂનાગઢમાં તનસુખગીરી બાપુની ગાદી માટે વિવાદ
જૂનાગઢમાં અંબાજીના મહંત તનસુખગીરી બ્રહ્મલીન થઈ ગયા છે, જેના કારણે લોકોમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે.જોકે, તેનાથી પણ વધુ દુ:ખદ સમાચાર એ છે કે બ્રહ્મલીન મહંત તનસુખગીરીની સમાધી યાત્રા પૂરી થાય તે પહેલાં જ ગાદી માટે વિવાદ શરૂૂ થઈ ગયો છે. મહંત તનસુખગીરીના શિષ્યોએ તેમની સમાધી યાત્રા પૂરી થવાની પણ રાહ જોઈ નથી.
ભવનાથના મહંત હરિગીરી, ઈન્દ્રભારતીબાપુના જૂથ અને દત્તાત્રેય મંદિરના મહંત મહેશગીરી વચ્ચે વિખવાદ સર્જાયો છે.બ્રહ્મલીન થયેલા મહંત તનસુખગીરીના ખાસ શિષ્ય કિશોરભાઈ અને યોગેશભાઈ દ્વારા ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે, જેમાં કિશોરભાઈ અને યોગેશભાઈએ મહેશગીરી બાપુએ હોસ્પિટલમાં મહંત તનસુખગીરીના સહી સિક્કા કરાવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. મહેશગીરી બાપુ બ્રહ્મલીન થયેલા મહંત તનસુખગીરીના ખાસ શિષ્ય છે.જોકે આ આક્ષેપો વચ્ચે મહેશગીરી બાપુ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે, જેમાં તેમણે કહ્યું કે સત્ય કહેવાનો મારો સ્વભાવ છે. વધુમાં તેમણે એવું પણ કહ્યું કે ગુરુ પરંપરાની શાખ બચાવવાની છે. સાથે જ તેમણે એવું પણ કહ્યું કે મને તનસુખગીરી બાપુએ ધ્યાન રાખવા માટે કહ્યું હતું અને રહી વાત સહી સિક્કાની તો તે મેં ડોક્ટર અને વકીલની સાક્ષીમાં કરાવ્યા છે.
આ સમગ્ર મામલે મહેશગીરી બાપુ દ્વારા એવું પણ નિવેદન આપવામાં આવ્યું કે તેમણે સહી સિક્કા તો ડોક્ટર અને વકીલની સામે કરાવ્યા સાથે જ તેમણે એવું પણ કહ્યું કે અખાડો હરિગીરી નથી હરિગીરી અખાડામાં છે. જે હું વેચવાનો નથી. ઉપરાંત તેમણે એવું પણ કહ્યું કે મારો એક જ ધ્યેય ગિરનાર અને ભવનાથને બચાવવાનો છે. આ સિવાય મહંતગીરી બાપુએ એવું પણ કહ્યું કે ટૂંક સમયમાં રેકોર્ડ હું મીડિયા સમક્ષ રાખીશ.