For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાત યુનિવર્સિટીમાં જીસીસીઆઈના નામે ભાજપ નેતાની બારોબાર નિમણૂકથી વિવાદ

04:02 PM Oct 04, 2024 IST | Bhumika
ગુજરાત યુનિવર્સિટીમાં જીસીસીઆઈના નામે ભાજપ નેતાની બારોબાર નિમણૂકથી વિવાદ
Advertisement

ગુજરાત યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં જીસીસીઆઈ (ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી)ના નોમીની મેમ્બર તરીકે મનન દાણીની નિમણૂક કરવામાં આવી છે. જો કે બીજી બાજુ જીસીસીઆઈ દ્વારા ગુજરાત યુનિવર્સિટીને પત્ર લખીને જણાવવામાં આવ્યું છે કે ચેમ્બર ઓફ કોમર્સે યુનિવર્સિટીને જીસીસીઆઈના નોમીની તરીકે કોઈ નામ મોકલ્યું જ નથી. આમ ગુજરાત યુનિ.દ્વારા જીસીસીઆઈના નોમીની મેમ્બર તરીકે બારોબાર એટલે કે જીસીસીઆઈની જાણ બહાર જ નિમી દીધા હોવાની ફરિયાદ ઉઠી છે.

સરકારના કોમન યુનિ.એક્ટ અંતર્ગત 6 નવેમ્બર 2023ના રોજ ગુજરાત યુનિ.ની એક્ઝિક્યુટિવ કાઉન્સિલની રચના થઈ હતી. આ કાઉન્સિલમાં 22માંથી 11 મેમ્બર જ નિમાયા હતા અને 50 ટકા જગ્યા ખાલી હતી ત્યારે તાજેતરમાં યુનિ.ના કુલપતિએ પોતાને મળેલી સત્તાની રૂૂએ બે મેમ્બરની નિમણૂક કરી છે. જેમાં જીસીસીઆઈના મેમ્બરની કેટેગરીમાં કુલપતિ દ્વારા કાઉન્સિલમાં મનન દાણીની નિમણૂક કરવામાં આવી છે. મનન દાણી હાલ ભાજપના આઈટી સેલમાં હોદ્દાદાર છે ત્યારે બીજી બાજુ જીસીસીઆઈના એડિશનલ સેક્રેટરી જનરલ દ્વારા ગુજરાત યુનિ.ને પત્ર લખવામાં આવ્યો છે કે અમે એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં જીસીસીઆઈના નોમીની તરીકે કોઈ પણ નામ મોકલ્યુ નથી. જેથી યુનિ.દ્વારા જીસીસીઆઈને મેમ્બરનું નામ મોકલવા-નિમણૂક બાબતે લેટર મોકલવામાં આવે અને ત્યારબાદ સંદર્ભે જીસીસીઆઈ દ્વારા કાઉન્સિલમાં મુકવાના થતા સભ્યનું નામ યુનિ.ને મોકલવામાં આવશે.

Advertisement

આમ યુનિ.એ જીસીસીઆઈની જાણ બહાર જ બારોબાર સભ્ય નિમી દીધા છે. મહત્વનું છે કે આ પત્ર બાદ જ ગત સોમવારે યુનિ.માં કાઉન્સિલની મીટિંગ મળી હતી અને જેમાં પણ આ મુદ્દે ગંભીર ચર્ચા થઈ હોવાની શક્યતા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement