For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગાંધીનગરમાં વિપક્ષી નેતાને બંગલો ભાડે આપવાની સરકારે ના પાડી દેતા વિવાદ

05:03 PM Jul 01, 2025 IST | Bhumika
ગાંધીનગરમાં વિપક્ષી નેતાને બંગલો ભાડે આપવાની સરકારે ના પાડી દેતા વિવાદ

ભાજપના નેતાઓને બારોબાર સરકારી બંગલા ફાળવી દેવાયાનો આક્ષેપ

Advertisement

પાટનગર ગાંધીનગરમાં સરકારી બંગલાની ફાળવણીને લઈને વિધાનસભા વિપક્ષના નેતા અને સરકાર વચ્ચે લેટરવોર જામ્યો છે. તેનું કારણ એ છેકે, ભાજપ પ્રદેશ પ્રમુખ બન્યા પછી સી. આર. પાટીલ ગાંધીનગરમાં સરકારી બંગલો ફાળવાયો છે. આ ઉપરાંત ભાજપના મહામંત્રી રત્નાકર પણ બંગલામાં જ રહે છે. જ્યારે વિપક્ષના નેતા અમિત ચાવડાએ કોર્મશિયલ રેટથી ક ટાઇપનો બંગલો ભાડે માંગતા સરકારે આપવાનો ઇન્કાર કરી દીધો છે.

ભાજપના નેતાઓને લ્હાણી, વિપક્ષના નેતા ચાવડાને બંગલો ભાડે આપવાની ના પાડી દીધી છે. જેને પગલે સરકારી બંગલા ફાળવવામાં રાજ્ય સરકાર દ્વેષભાવ રાખી રહી છે તેવો આક્ષેપ થઈ રહ્યો છે કેમકે, વર્ષ 2020થી ‘ક’ ટાઇપનો બંગલો ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલને ફાળવવામાં આવ્યો છે. સરકારી બંગલો ફાળવવામાં આવે તો કયા વિભાગના અધિકારી છે તે જણાવવું પડે છે. સી. આર. પાટીલના કિસ્સામાં અધિકારીની મૂળ કચેરી તરીકે કમલમ દર્શાવાયું છે.પાટીલને જે ટાઇપનો બંગલો ફાળવાયો છે તે ટાઇપના બંગલા પોલીસ મહાનિરીક્ષક નિરજા ગોટરુ, નાયબ પોલીસ મહાનિરીક્ષક અર્ચના શિવહરે, મુખ્ય વન સરંક્ષક કે. એન. રંધાવા, નાયબ પોલીસ મહાનિર્દેશક મયંકસિંહ ચાવડા સહિતના ઉચ્ચ અધિકારીઓને ફાળવવામાં આવ્યા છે.

Advertisement

વિધાનસભા વિપક્ષના નેતા અમિત ચાવડાએ મુખ્યમંત્રીને રજૂઆત છતાં કોમર્શિયલ રેટથી બંગલો ભાડે આપવા સરકારને ના પાડી દીધી છે.તેમણે એવો આક્ષેપ કર્યો કે, હાલ જે સરકારી આવાસો કોને ફાળવાયા છે અને તેમાં કોણ રહે છે તેની તપાસ કરવામાં આવે તો ઘણી ચોંકાવનારી વિગતો ખુલી શકે તેમ છે. ઘણાં આવાસો બારોબાર નેતાઓને આપી દેવાયા છે જેમ કે, ભાજપના નેતા રત્નાકર કોના સરકારી બંગલા રહે છે તેની તપાસ થવી જોઈએ. હવે વિવાદ એ જામ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement