For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સ્પર્ધાત્મક પરીક્ષામાં માતૃભાષાનું મહત્ત્વ ઘટાડાતા વિવાદ

04:52 PM Apr 28, 2025 IST | Bhumika
સ્પર્ધાત્મક પરીક્ષામાં માતૃભાષાનું મહત્ત્વ ઘટાડાતા વિવાદ

Advertisement

ભવિષ્યના અધિકારીઓને ગુજરાતીનું જ્ઞાન નહીં હોવાની રાવ : ગુજરાતી ભાષાને મહત્ત્વ આપવાના સરકારના પરિપત્રનો ઉલાળિયો થતો હોવાના કોંગ્રેસના આક્ષેપ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કો-ક્ધવીનર , કો-ઓર્ડીનેટર અને પ્રવક્તા હેમાંગ રાવલે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે ભારતમાં ભાષાવાર બોલનાર લોકોની સંખ્યાની દૃષ્ટિએ ગુજરાતી ભાષા છઠ્ઠા ક્રમે સૌથી વધુ બોલાતી ભાષા છે. જે ભારતની વસતીના લગભગ 4.5 ટકા થવા જાય છે. સમગ્ર વિશ્વમાં ગુજરાતી ભાષા બોલતા લોકોની સંખ્યા 7 કરોડ જેટલી છે, જેથી ગુજરાતી ભાષા વિશ્વમાં 26મા ક્રમની સૌથી વધુ બોલાતી ભાષા તરીકેનું સ્થાન ધરાવે છે.

Advertisement

તાજેતરમાં જી.પી.એસ.સી.ની વર્ગ 1 અને રની સ્પર્ધાત્મક પરીક્ષામાં ગુજરાતી ભાષાને મેરિટમાંથી હટાવી લઈને એમાં 25% ગુણ મેળવી પાસ થવા સુધીનું લઘુતમ ધોરણ જરૂૂરી ગણવામાં આવ્યું છે. તા. 3/3/2025ના ગુજરાત સરકારના Extra Ordinary Gazzetteથી નક્કી કરેલી ગુજરાતી વહીવટી સંવર્ગની વર્ગ 1 અને 2 અને ગુજરાત નગરપાલિકા ચીફ ઓફિસરની ભરતી પરીક્ષાઓના નિયમો, 2025ની જોગવાઈઓ મુજબ section IITમાં પેપર નંબર 1 અને 2, અનુક્રમે ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષાનાં બંને પેપરમાં હવે 300માંથી માટે ફક્ત 25% મેળવ્યા હશે તો પણ પાસ ગણાશે.

એકબાજુ આ જોગવાઈ કરવાથી હવે ગુજરાતી ભાષાના ગુણ મેરિટમાં નહીં ગણાય પરિણામે વિદ્યાર્થીઓ ગુજરાતીમાં પ્રવીણતા મેળવવા તરફ દુર્લક્ષ સેવશે. બીજી બાજુ જે કોઈ જી.પી.એસ.સી.ની વર્ગ 1 અને રની સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થશે એ ગુજરાતી ભાંગ્યું તૂટ્યું લખતા હશે. ગુજરાતની સ્થાપના પછી ગુજરાતમાં 1961ની 15મી ફેબ્રુઆરીથી,he Gujarat Official Languages Act અમલમાં છે. આ કાયદાની કલમ 2 મુજબ ગુજરાત રાજ્યના તમામ સત્તાવાર હેતુઓ માટે ગુજરાતી ભાષાનો ઉપયોગ કરવામાં આવશે આમ આ બાબતમાં હવે નિયમ અને કાયદો એકબીજાના વિરોધાભાસી બની રહેશે.

જેની ગુજરાતી ભાષા નબળી હશે એવા આ વર્ગ 1 અને રના અધિકારીઓનું શબ્દભંડોળ ખીલશે નહીં એટલે એની તર્કશક્તિ પણ નહીં ખીલે. ઓરી ગામડાના ગરીબ ગુજરાતીઓની ગુજરાતીઓમાં લખેલી અરજી ઉપર પણ કઈ રીતે ધ્યાન આપશે અને આવા અધિકારીઓ જ્યારે ફાઈલમાં નોંધ મુકશે તો પોતાની રંક ગુજરાતીમાં શું લખશે અને અંગ્રેજીમાં નોંધ મૂકશે તો એટલી જ કાચી અંગ્રેજીમાં પણ શું લખશે એ પણ ચિંતા નો વિષય છે. એક સમય એવો હતો કે સચિવાલયના કોઈ અધિકારી ફાઈલમાં અંગ્રેજી ભાષામાં નોંધ મૂકે તો એના ઈજાફા રોકવાની સજા થતી હતી. હવે એવી કોઈ સજા કરવામાં આવતી હોય તેવું ધ્યાનમાં આવેલ નથી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ સરકાર પાસે માગણી કરે છે
રૂૂપિયા 15 કરોડનું બજેટ ધરાવતી ગુજરાતી સાહિત્ય અકાદમીને સરકારના સકંજામાંથી સ્વાયત કરવામાં આવે.
દરેક શાળામાં ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવી તે એક્ટ નો અમલ થાય તેના માટે કડક પગલાં લેવા
શોપ એન્ડ એસ્ટાબ્લીસમેન્ટ એક્ટમાં સુધારો કરી ગુજરાતી ભાષામાં ધંધાકીય બોર્ડ ફરજિયાત કરવામાં આવે.
અન્ય રાજ્યોની જેમ ગ્રંથાલય ધારો પસાર કરી ગુજરાતના દરેક ગામમાં લાઈબ્રેરી ઊભી કરવામાં આવે.
તાજેતરમાં થયેલ ભરતી માટેના પરિપત્રમાં ગુજરાતી ભાષાને માત્ર 25% વેઇટેજ આપેલું છે તે રદ કરવામાં આવે.

Advertisement
Tags :
Advertisement
Advertisement