રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વિવાદિત સૌ.યુનિ દેશની 26 શ્રેષ્ઠ સંસ્થામાં સામેલ: કેન્દ્ર રૂ.100 કરોડની ગ્રાન્ટ આપશે

05:47 PM Feb 19, 2024 IST | Bhumika
Advertisement

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. નીલાંબરીબેન દવેએ નિતિ આયોગની મીટીંગમાં ભાગ લઈ વિવિધ સૂચનો કરેલ હતાં. કુલપતિએ કરેલ આ સૂચનો અને પ્રયત્નોના ફળસ્વરૂપ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને આ ઐતિહાસિક સિધ્ધિ પ્રાપ્ત થઈ છે અને ભારત સરકારના શિક્ષા મંત્રાલય દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનેPM-USHA અંતર્ગત રૂ. 100 કરોડની ગ્રાન્ટ મંજુર કરવામાં આવેલ છે. પ્રધાનમંત્રી ઉચ્ચ શિક્ષા અભિયાન (ઙખ-ઞજઇંઅ) યોજના હેઠળ મલ્ટીડીસીપ્લીનરી એજ્યુકેશન એન્ડ રિસર્ચ યુનિવર્સિટી માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિશેષ ગ્રાન્ટ મંજુર કરવામાં આવેલ છે. ભારત દેશની કુલ 26 યુનિવર્સિટીઓને જ ઉપરોકત યોજના હેઠળ રુ. 100/- કરોડની ગ્રાન્ટ મળેલ છે. આ 26 યુનિવર્સિટીઓમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો સમાવેશ થયેલ છે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે ખુબ ગૌરવની વાત છે.

Advertisement

આ ગ્રાન્ટ મળવાથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની શૈક્ષણિક અને સંશોધન પ્રવૃત્તિને વધુ વેગ મળશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસમાં ભારત સરકારના શિક્ષા મંત્રાલય તરફથી આટલી મોટી રકમની ગ્રાન્ટ મળી હોય તેવી પ્રથમ ઘટના છે.PM-USHA અંતર્ગત ગ્રાન્ટનો હેતુ ભૌતિક અને ડિજિટલ માળખાને અપગ્રેડ કરવાનો છે, જેનાથી શૈક્ષણિક અને સંશોધન પ્રવૃત્તિને વેગ મળશે. શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે ફેકલ્ટી તાલીમને ખાસ કરીને ડીજીટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની મદદથી ટેકો આપવામાં આવશે.PM-USHA ના માધ્યમથી યુનિવર્સિટીને શિક્ષણ મિશન અને યુ.જી.સી.ના માનવ સંશાધન વિકાસ કેન્દ્રો ફોર રિસોર્સ શેરીંગ કેન્દ્રો સાથે જોડાણ કરવાની સુવિધા આપવામાં આવશે. શિક્ષણની ગુણવતા સુધારવા માટે મલ્ટીપલ એન્ટ્રી એન્ડ એકિઝટ સીસ્ટમ, સીબીસીએસ, એકેડેમિક બેંક ઓફ ક્રેડીટ આ તમામનેPM-USHA હેઠળસાથ-સહકાર આપવામાં આવશે અને તેને પ્રાથમિકતા આપવામાં આવશે.
વધુમાં શિક્ષણની વધુ સુલભતા સુનિશ્ચિત કરવા, ડીજીટલ લાઈબ્રેરીઓ બનાવવા, ભાષા શિક્ષણને લોકપ્રિય બનાવવા તેમજ અન્ય બાબતોને વેગ આપવાનોPM-USHA યોજનાનો ધ્યેય રહેલો છે.PM-USHA અંતર્ગત માળખાગત સુવિધા, સંસ્થાઓને સંસ્થાના કેમ્પસમાં વાઈ-ફાઈ સુવિધાઓ, સ્માર્ટ કલાસીસ અને વર્ચ્યુઅલ લેબ પ્રદાન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંPM-USHA અંતર્ગત મળેલ ગ્રાન્ટમાંથી ઉપરોકત બાબતોનો સમાવેશ કરી માળખાગત, શૈક્ષણીક અને સંશોધનાત્મક પ્રવૃત્તિઓ વધુ સુચારૂૂ રીતે કાર્યરત કરવામાં આવશે.

નવી શિક્ષા નિતિ-2020 ની અમલવારી પણ ખૂબ સારી રીતે થઈ શકશે. યુનિવર્સિટીમાં સંશોધનના સાધનો ઉપલબ્ધ થશે જે શિક્ષણ અને સંશોધનની ગુણવત્તામાં વધારો કરશે જેનો સીધો લાભ વિદ્યાર્થીઓને મળશે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દેશની અને વિશ્વની નામાંકિત યુનિવર્સિટીઓમાં સ્થાન પામશે.આ યોજનાનું લોન્ચિંગ ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના હસ્તે જમ્મુ ખાતેથી ડિજિટલ પ્લેટફોર્મ મારફત તારીખ 20/02/2024ને સવારે 11:00 કલાકે થવાનું છે.કેન્દ્ર સરકાર અને યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશનના અનુરોધ અનુસાર પ્રધાનમંત્રીના કાર્યક્રમનું લાઈવ સ્ટ્રીમિંગ નિહાળવા માટે અને તેમાં ભાગ લેવા માટે યુનિવર્સિટી ખાતે પણ કાર્યક્રમ યોજવામાં આવનાર છે.

 

 

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement