KKV સર્કલ પાસે વિવાદિત ગેમઝોનનું અંતે ઉદ્ઘાટન
વિવાદ શાંત પડતા જ ધારાસભ્ય અને કોર્પોરેશનના પદાધિકારીઓએ બેટિંગ કર્યુ
રાજકોટનાં કે.કે.વી. સર્કલ પાસે શ્રી રામ ઓવરબ્રિજ નીચે બનાવવામા આવેલ વિવાદાસ્પદ ર્સ્પોટસ કોમ્પલેકસનુ અંતે આજે કોર્પોરેશનના શાસકોએ ધારાસભ્યને સાથે રાખી વિધિવત ઉદઘાટન કરી નાખ્યુ હતુ.
અગાઉ મુખ્યમંત્રીના હસ્તે આ ગેમઝોનનુ ઉદઘાટન નકકી કરાયુ હતુ પરંતુ બ્રિજ નીચે બનાવેલ ગેમઝોનનો વિવાદ થતા મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન રદ કરવામા આવ્યુ હતુ. હવે વિવાદ શમી જતા આજે ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહના હસ્તે ઉદઘાટન કરી નાખવામા આવ્યુ હતુ.
આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો ચેતન સુરેજા, નરેન્દ્રસિંહ વાઘેલા, દક્ષાબેન વસાણી, અશ્વિનભાઈ પાંભર, બીપીનભાઈ બેરા, જ્યોત્સનાબેન ટીલાળા, ડો. દર્શનાબેન પંડ્યા, દક્ષાબેન વાઘેલા, દુર્ગાબા જાડેજા, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માકડિયા, વોર્ડ સંગઠનના હોદેદારો, રાજકોટ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી, હર્ષદ પટેલ, સહાયક કમિશનર બી.એલ. કાથરોટીયા, સિટી એન્જી. કુંતેશ મહેતા, ડેપ્યુટી સિટી એન્જી. ભાવેશ ધામેચા, વિજય કારિયા, પી.એસ. ટુ મેયર વિપુલ ઘોણીયા, મેનેજર કૌશિક ઉનાવા સહિતના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહેલ.
આ નવનિર્મિત વિવિધ સ્પોર્ટ્સ એક્ટિવીટી ગેમ ઝોનમા બોક્ષ ક્રિકેટ,સ્કેટિંગ, પીકલ બોલ, ઈન્ડોર ગેમ્સ (ચેસ,કેરમ, એર હોકી,પુલ ટેબલ,સ્નુકર ટેબલ)સહિતની રમતનો સમાવેશ કરેલ છે. આ સ્પોર્ટ્સ ફેસીલીટી પરિસરમાં ધુમ્રપાન, પાન, માવા, ફાકી, કેફી દ્રવ્યોનું સેવન નિષેધ રહેશે. આવુ કરવાના કિસ્સામાં કો-ઓર્ડીનેટર સ્પોર્ટ્સ ફેસીલીટી ખાલી કરાવશે , બોક્સ ક્રિકેટ તથા પિકલ બોલ સ્પોર્ટ્સમાં નિયત શુઝ પહેરેલ વ્યક્તિઓને જ પ્રવેશ આપવામા આવશે , ટીકીટ લીધા બાદ જ પ્રવેશ મળશે. સ્પોર્ટ્સ ફેસીલીટીનો સમય સવારે 6 વાગ્યા થી રાત્રે 10 વાગ્યા સુધી જ રહેશે.