હળવદમાં કોન્ટ્રાકટરની બેદરકારી ચાલુ વરસાદે સીસી રોડ બનાવ્યો
હળવદ શહેરમાં તંત્રની બુદ્ધિનું પ્રદર્શન સામે આવ્યું છે જેમાં સરારોડ પર ચાલુ વરસાદે આરસીસી રોડની કામગીરી થવાનાં અહેવાલ બાદ હરકતમાં આવેલા તંત્રને સુરાતન ચડ્યું અને પાલિકા તંત્ર ઢાંકપિછોડો કરવા હવે ચાલુ વરસાદે થયેલી કામગીરી હટાવવાની કાર્યવાહી હાથ ધરી છે.હળવદ શહેરમાં સરા રોડની કામગીરી કરોડો રૂૂપિયાના ખર્ચે નિર્માણ થઈ રહ્યો છે અને ગુણવત્તા યુક્ત બને તે સૌની સહિયારી જવાબદારી છે અને આ જવાબદારીના ભાગરૂૂપે આજે ચાલુ વરસાદે રોડની કામગીરી ચાલું હોવાનો અહેવાલ પ્રસારિત કર્યો હતો અને ત્યારબાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને ચાલુ વરસાદે થયેલી કામગીરી હટાવવાની કાર્યવાહી કરી છે ત્યારે શહેરમાં ત્રણ રસ્તા પાસે ક્રિષ્ના પાર્ક પાસે તિરાડો તેમજ પોપડા ઉખડી અને તૂટવાની શરૂૂઆત પણ થઈ ચૂકી છે ત્યારે કરોડો રૂૂપિયાના ખર્ચે બનતો રોડ કેવા પ્રકારનો અને કેટલી ગુણવત્તા યુક્ત બની રહ્યો છે તેની સામે સવાલો ઉઠી રહ્યા છે.
બીજી તરફ ચાલુ વરસાદે સામાન્ય રીતે મકાનનું બાંધકામ કોઈ કરતું નથી ત્યારે સરકારી બાબુઓની દેખરેખ હેઠળ થતી કામગીરી કેમ સુપરવિઝન હેઠળ ના થઈ? અને શા માટે કોન્ટ્રાક્ટર મનમાની ચલાવી રહ્યા છે શું કોન્ટ્રાક્ટરને કોઈનો ડર નથી કે શું ?સાથે જ મીડિયામાં અહેવાલ પ્રસારિત થયા બાદ જ તંત્રને ધ્યાને આવ્યું ? ત્યાં સુધી સુપરવાઈઝર ક્યાં હતાં ? જોકે મોડે મોડે પણ બુદ્ધિ વાપરીને નગરપાલિકાના સુપરવાઇઝર નિલેશભાઈ જાની દ્વારા રોડની કામગીરી હટાવવાની કામગીરી શરૂૂ કરી હતી.